લક્ષ્મી વિલાસ પેલેસ કોણે અને ક્યારે નિર્માણ કરાવ્યું લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરાના ગાયકવાડ રાજવંશનું નિવાસ સ્થાન છે.વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશથી વર્ષ 1890માં લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પેલેસના નિર્માણમાં 12 વર્ષ લાગ્યા હતા. આ મહેલના નિર્માણ પાછળ તે સમયે 3 લાખ સ્ટર્લિંગ પાઉન્ડ ખર્ચાયા હતા. મહેલના આર્કિટેક્ચર રોબર્ટ ચિશ્વોમ હતા. (Photo: Gujarat Tourism)
લક્ષ્મી વિલાસ પેલેસ દુનિયાનું સૌથી મોટું ઘર લક્ષ્મી વિલાસ પેલેસ દુનિયાનું સૌથી મોટું ઘર કહેવાય છે. 700 એકરમાં ફેલાયેલું લક્ષ્મી વિલાસ પેલેસ લંડનના બકિંઘમ પેલેસ કરતા 4 ગણું મોટું છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 રૂમ છે. 4 માળનો ઉંચો લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા અને રાણી માટે ખાસ બનાવવામાં આવ્યો હતો. 18મી સદીમાં નિર્મિત આ મહેલ ઈન્કો સારાસેનિક સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. (Photo: Gujarat Tourism)
લક્ષ્મી વિલાસ પેસેલની ભવ્યતા લક્ષ્મી વિલાસ પેલેસ બહાર જેટલં અદભૂત દેખાય છે અંદરથી તેટલો જ ભવ્ય છે. ભવ્ય અને વૈભવી ઈન્ટિરિયર, મોંઘા માર્બલ, પથ્થર અને ભવ્ય કલાકૃતિઓથી આ મહેલ અત્યંત સુંદર લાગે છે. આ પેલેસમાં પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા બનાવેલા ઘણા ચિત્રો છે. ઐતિહાસિક સ્થાપત્ય લક્ષ્મી વિલાસ પેલેસ હાલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મહેલમાં આંતરિક ટેલિફોન એક્સચેન્જો, એલિવેટર્સ અને અવિરત વીજ પુરવઠો છે. આ મહેલનો બહારનો ભાગ સોનગઢની ખાણોમાંથી લાવવામાં આવેલા સુવર્ણ પથ્થરથી બનેલો છે. (Photo: Gujarat Tourism)
લક્ષ્મી વિલાસ પેલેસમાં કોણ રહે છે. લક્ષ્મવી વિલાસ પેલેસ વડોદરાના ગાયકવાડ રાજ પરિવારનું નિવાસ સ્થાન છે. આ ભવ્ય મહેલમાં મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, તેમના પત્ની રાધિકારાજે ગાયકવાડ અને તેમની બે પુત્રીઓનું ઘર છે. લક્ષ્મી વિલાસ પેલેસ ખૂબ જ રસપ્રદ ઇતિહાસ ધરાવે છે. (Photo: Gujarat Tourism)
લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત લક્ષ્મી વિલાસ પેલેસની ગણતરી સૌથી મોંઘા મહેલમાં થાય છે. પ્રાથમિક અંદાજ મુજબ, હાલ લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત લગભગ 1,80,000 પાઉન્ડ એટલે કે 20 હજાર કરોડ રૂપિયા આસપાસ છે. (Photo: Gujarat Tourism)
લક્ષ્મી વિલાસ પેલેસની ખાસિયત લક્ષ્મી વિલાસ પેલેસ કિંમત ચીજવસ્તુઓથી સુશોભિત છે. મોંઘું ફર્નિચર,ઐતિહાસિક એન્ટિક આઈટમ, રાજવાડા સમયની ચીજવસ્તુઓ લક્ષ્મી વિલાસ પેલેસને ખાસ બનાવે છે. આ મહેલની બહાર ગોલ્ફ કોર્સ, એલવીપી બેન્ક્વેટ અને મોતી બાગ પેલેસ અને મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ બિલ્ડિંગ છે. આ ઉપરાંત આ પેલેસમાં મોતી બાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, બરોડા ક્રિકેટ એસોસિએશનની ઓફિસ, ઇન્ડોર ટેનિસ અને બેડમિન્ટન કોર્ટ છે. આ મહેલમાં નાનું પ્રાણી સંગ્રહાલય અને મહેલના બાળકો માટે રેલવે ટ્રેક પણ છે. (Photo: Gujarat Tourism)