ગુજરાત લોકસભા ચૂંટણી 2024 Photos: પીએમ નરેન્દ્ર મોદીએ રાણીપ, તો અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યું
Gujarat Lok Sabha Election 2024 Leaders Voting Photos : ગુજરાત ની 25 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમના પરિવાર સાથે મતદાન કરી રહ્યા છે, તો જોઈએ કોણે ક્યાંથી મતદાન કર્યું.
ગુજરાત લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં અમદાવાદના નિશાન વિદ્યાલયના મતદાન કેન્દ્ર પરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. વડાપ્રધાને લોકશાહીના આ ચુનાવ મહાપર્વ માં સૌ નાગરિકોને ઉમળકા ભેર મતદાન કરવા અપીલ પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત ભાઇ શાહ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે તેમના પત્ની અને પુત્ર સાથે નારણપુરા ખાતે મતદાન કર્યું હતુ. તેમણે કહ્યું કે, તમારા એક મતમાં મોટી તાકાત છે, એટલે જ તમારા મતની તાકાતને ઓળખો અને અવશ્ય મતદાન કરો તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરશો. અમિત શાહે મતદાન પહેલા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા કરી હતી. (ફોટો - એએનઆઈ)
ભાવનગર લોકસભા ભાજપ ના ઉમેદવાર નિમુબેન બાંભણીયા એ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. તેમણે પોતાના ઘરેથી પૂજા પાઠ કરીને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન મથકે પોહચ્યા હતા. તેમણે પણ લોકોને યુવાનોને મતદાન કરવા અપીલ કરી અને એનડીએ ની સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી
તો ભાવનગર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી એ પરિવાર સાથે કર્યું મતદાન. તેઓ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા. તેમણે મતદાર બનીએ જવાબદાર બનીએ ના સ્લોગન સાથે લોકોને મતદાન કરવા કરી અપીલ.
ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાએ કર્યું મતદાન. ધ્રાંગધ્રા ખાતે આઇ.કે.જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યું હતુ અને થાળી વગાડી પગપાળા મતદાન કરવા ગયા હતા. આઇ.કે.જાડેજા દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરાઇ
આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી પોતાનો કિંમતી મત આપ્યો હતો, તેઓ તેમની પત્ની સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.
નવસારી લોકસભા ઉમેદવાર સી આર પાટીલ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતુ, તેમના પરીવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ
આણંદ લોકસભામાં પરિવર્તનના સંકલ્પ સાથે આણંદના લોકસભાના ઉમેદવાર અમિતભાઈ ચાવડા પરિવાર સાથે કેશવપુરા, આંકલાવ ખાતે મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા હતા
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું, તેમણે કહ્યું કે, "પોતાનો મત આપવો એ દરેકની જવાબદારી છે. મતદારોએ તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને ભારતને 'વિશ્વગુરુ' બનાવવામાં તેમનું યોગદાન આપવું જોઈએ…" (ફોટો - એએનઆઈ)
કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા તેમની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું, "જ્યારે હું મારો મત આપી રહ્યો હતો, ત્યારે હું ફક્ત દેશ માટે લોકોના કલ્યાણ અને નેતૃત્વ હેઠળ 'વિકિત ભારત' વિશે વિચારતો હતો. હું આશા રાખું છું કે, ભાજપ 400થી વધુ સીટો સાથે સત્તામાં આવે અને હું ગુજરાતના લોકોને વોટ આપવા માટે અપીલ કરું છું. (ફોટો - એએનઆઈ)