ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024માં કોની જીત અને કોની હાર? 1 મિનિટમાં જુઓ સંપૂર્ણ યાદી
Gujarat Lok Sabha Election Result 2024 Winners List: ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024માં 25 બેઠકમાંથી 1 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. નોંધનિય છે કે, સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ ચૂંટણી વગર જ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 વિજેતા ઉમેદવારોની સંપૂર્ણ યાદી ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થાય છે. જેમા ગુજરાતની 26માંથી 25 લોકસભા બેઠકના પરિણામ જાહેર થયા છે, જેમા 1 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગનીબેન ઠાકોરની જીત થઇ છે. તમને જણાવી દઇયે કે, સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ ચૂંટણી વગર જ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
સીઆર પાટીલની 7.73 લાખ મતોની વિક્રમી સરસાઇ સાથે જીત ગુજરાતની નવસારી લોકસભા બેઠક પર ભાજપ નેતા સીઆર પાટીલ સતત ત્રીજી વખત રેકોર્ડ બ્રેક મતની સરસાઇ સાથે ચૂંટાઇ આવ્યા છે. લોકસભા ચૂંટણી 2024માં સીઆર પાટીલને 1031065 મત મળ્યા છે. આ કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઇને મળેલા 257514 મત સામે 773551લાખ મતોની સરસાઇ સાથે પાટીલે જીત હાંસલ કરી છે.
મહેસાણામાં ભાજપના પટેલ સામે કોંગ્રેસના ઠાકોરની હાર ગુજરાતની મહેસાણા બેઠક પર ભાજપના પટેલ ઉમેદવાર સામે કોંગ્રેસના ઠાકોર ઉમેદવારની 328046 મતોથી હાર થઇ થઇ છે. ભાજપના હીરાભાઇ પટેલને 686406 લાખ મત મળ્યા છે. તો સામે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને 358360 લાખ વોટ મળ્યા છે.
પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન બેઅસર, રાજકોટમાં 4.84 લાખ સરસાઇ સાથે જીત ગુજરાતના રાજકોટ ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય આંદોલન વચ્ચે પણ 4.84 લાખ મતોની સરસાઇ સાથે જીત હાંસલ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના 373724 મત સામે પરષોત્તમ રૂપાલાને 857984 મત મળ્યા છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપના હસમુખ પટેલની જીત ગુજરાતની અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હસમુખ પટેલની જીત થઇ છે. તો કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલની 461755 મતથી હાર થઇ છે.
ગુજરાતમાં કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત ગુજરાત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 1 બેઠક જીતવામાં સફળ થઇ છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની 30406 માર્જિનથી જીત થઇ છે. ભાજપના રેખાબેન ચૌધરીને 641477 મત અને ગેનીબેન ઠાકોરને 671883 મત મળ્યા છે.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના દિનેશ મકવાણા વિજેતા ગુજરાતની અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 286437 મત સાથે જીત થઇ છે. દિનેશ મકવાણાના 611704 વોટ સામે કોંગ્રેસ ઉમેદમવાર ભરત મકવાણાને 325267 મત મળ્યા છે
સાબરકાંઠામાં ભાજપના શોભના બારૈયા સામે કોંગ્રેસના તુષાર ચૌધરીની હાર ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પર શોભના બારૈયા સામે કોંગ્રેસના તુષાર ચૌધરની 155682 મતોથી હાર થઇ છે. કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના 521636 મત સામે ભાજપના શોભના બારૈયાને 677318 મત મળ્યા છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપની જીત ગુજરાતની જૂનાગઢ બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના હીરાભાઇ જોટવાની 135494 મતોથી હાર થઇ છે. ભાજપના રાજેશ ચુડાસમાને 584049 અને હીરાભાઇ જોટવાને 448555 મત મળ્યા છે.
અમરેલીમાં ભરત સુતરિયાની જીત ગુજરાત અમરેલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા 580872 મત સાથે વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને 259804 વોટ મળ્યા છે. આમ અમરેલી બેઠક પર ભરત સુતરિયાએ 321068 મતોની સરસાઇ સાથે જીત હાંસલ કરી છે.
ભાવનગર બેઠક પર ભાજપના નિમુબેન બાંભણિયાની જીત ગુજરાત ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ નેતા નિમુબેન બાંભણિયા 455289 મત માર્જિન સાથે જીત ગયા છે. આપ ઉમેદવાર ઉમેશ મકવાણાના 261594 મત સામે ભાજપના નિમુબેન બાંભણિયાને 716883 મત મળ્યા છે.
ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના કાલુસિંહ ડાભીની હાર ગુજરાત ખેડા લોકસભા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના કાલુસિંહ ડાભીની 357758 મતથી હાર થઇ છે. દેવું સિંહ ચૌહાણને 744435 મત અને કાલુસિંહ ડાભીને 386677 મત મળ્યા છે.
ભરૂચ લોકસભા બેઠક પર ભગવો લહેરાયો, આપ ઉમેદવાર ચૈતર વસાવાની હાર ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ સામે આપ પાર્ટીના ઉમેદવારની 85696 મતોથી હાર થઇ છે. ભાજપના મનસુખ વસાવાને 608157 મત અને આપ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને 522461 મત મળ્યા છે.