ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 : કોની જીત-કોની હાર?
Gujarat lok sabha election results 2024 key constituency and winner candidate: ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 પર સૌની નજર છે. ભાજપ ફરી એકવાર ક્લિન સ્વિપ માટે સજ્જ છે. જાણો ગુજરાત લોકસભા બેઠક અને ભાજપ કોંગ્રેસના ઉમેદવાર અને વિજેતા ઉમેદવાર યાદી.
લોકસભા ચૂંટણી પરિણામ 2024 માટે મત ગણતરી 4 જૂન 2024 સવારે 8 કલાકે શરૂ થઈ ગઈ હતી.રાજ્યની 26 બેઠકમાંથી એક બેઠક સુરત પર ભાજપના નેતા પહેલાથી જ બિન હરીફ જીતી ગયા છે, જ્યારે 25 બેઠકો પર મત ગણતરી ચાલી રહી છે.
અમદાવાદ પશ્ચિમ : ગુજરાતની અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 286437 મત સાથે જીત થઇ છે. દિનેશ મકવાણાના 611704 વોટ સામે કોંગ્રેસ ઉમેદમવાર ભરત મકવાણાને 325267 મત મળ્યા છે
મહેસાણા : મહેસાણા બેઠક પર ભાજપના પટેલ ઉમેદવાર સામે કોંગ્રેસના ઠાકોર ઉમેદવારની 328046 મતોથી હાર થઇ થઇ છે. ભાજપના હીરાભાઇ પટેલને 686406 લાખ મત મળ્યા છે. તો સામે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને 358360 લાખ વોટ મળ્યા છે.
જૂનાગઢ : ગુજરાતની જૂનાગઢ બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના હીરાભાઇ જોટવાની 135494 મતોથી હાર થઇ છે. ભાજપના રાજેશ ચુડાસમાને 584049 અને હીરાભાઇ જોટવાને 448555 મત મળ્યા છે.
ભરૂચ : ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ સામે આપ પાર્ટીના ઉમેદવારની 85696 મતોથી હાર થઇ છે. ભાજપના મનસુખ વસાવાને 608157 મત અને આપ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને 522461 મત મળ્યા છે.