Happy Gandhi Jayanti 2024 Wishes Images Quotes Status Messages In Gujarati ગાંધી જયંતી દર વર્ષે 2 ઓક્ટોબર ઉજવાય છે. ગાંધી જ્યંતી એટલે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસા લડત વડે ભારતને આઝાદ અપાવી હતી. આથી ગાંધી જ્યંતી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ગાંધી જ્યંતી પર શાળા કોલેજ અને સરકારી ઓફિસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગાંધીજીના જીવન અને કાર્ય વિશે વ્યાખ્યાનનું આયોજન થાય છે. (Photo: Freepik)
મહાત્મા ગાંધીજી જન્મ તારીખ અને પરિવાર મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં હિંદુ મોઢ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઇ હતું. ગાંધીજીના અસલી નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે, જો કે પ્રેમથી લોકો તેમને મહાત્મા ગાંધી નામે બોલાવે છે. તેમના પત્નીનું નામ કસ્તુરબા ગાંધી છે. (Photo: Freepik)