Happy Gujarati New Year 2025 Wishes : નવા વર્ષના શુભેચ્છા સંદેશ સાથે પ્રિયજનોને પાઠવો નૂતન વર્ષાભિનંદન અને સાલ મુબારક
Happy Bestu Varas 2025 Wishes (બેસતું વર્ષ 2025 શુભેચ્છા સંદેશ): દિવાળી પછીના દિવસે ગુજરાતમાં બેસતું વર્ષ ઉજવાય છે. અહીં નૂતન વર્ષાભિનંદન, હેપ્પી ન્યૂ યર 2025 અને બેસતું વર્ષના શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા છે, જે તમારા પ્રિયજન અને મિત્રોને મોકલી સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન પાઠવી શકાય છે.
Happy New Year 2025 Nutan Varshabhinandan Wishes Messages : હેપ્પી ન્યૂ યર 2025 નૂતન વર્ષાભિનંદન દિવાળી પછીના દિવસે ગુજરાતમાં નવું વર્ષ ઉજવાય છે. દિવાળી બાદ કારતક સુદ એકમ તિથિ પર નવા વિક્રમ સંવતની શરૂઆત સાથે ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી કરે છે. વિક્રમ સંવત 2082 સાથે નવું વર્ષ નવી આશા, ઉંમગ અને ઉત્સાહ શરૂ થઇ રહ્યું છે. નવા વર્ષની ઉજવણી ધામધૂમ કરવામાં આવે છે. અહીં રજૂ કરેલા તમારા પરિવારજનો સભ્યો, મિત્રો અને પ્રિયજનને નવા વર્ષના શુભેચ્છા સંદેશ અવતરણો શાયરી ફોટા વોટ્સઅપ સ્ટેટસ મેસેજ મોકલી નૂતન વર્ષાભિનંદન અને સાલ મુબારક પાઠવી શકાય છે. (Photo: Freepik)
સુખનું તોરણ ઝુલતું રહે ભાગ્યનું પાનું ખુલતું રહે ધનના ભંડાર ભરેલા રહે દુઃખ તમારા દ્વારને ભુલતું રહે તેવી નવા વર્ષની શુભકામના Happy New Year (Photo: Freepik)
વિક્રમ સંવત 2082 નું આ નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે ભક્તિમય, સુખમય, શાંતિમય, સ્વસ્થમય, શ્રેયસ્કર અને સફળ રહે અને નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંત, સમૃદ્ધિમાં ઉત્તરો વધારો થાય, દરેક ક્ષેત્રમાં કલ્યાણમયી પ્રગતિ થાયએવી હાર્દિક શુભેચ્છાઓ સહ નૂતન વર્ષાભિનંદન Happy New Year (Photo: Freepik)