Christmas Birth Of Jesus : ક્રિસમસ પ્રભુ ઇસુ ખિસ્તનો જન્મદિન ક્રિસમસ એટલે નાતાલ પર્વ ખિસ્તી ધર્મનો સૌથી પવિત્ર અને મુખ્ય તહેવાર છે. ક્રિસમસ તહેવાર દર વર્ષે 25 ડિસેમ્બરે પ્રુભ ઈસુ ખ્રિસ્તના જન્મની ખુશીમાં દુનિયાભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. અમેરિકા, યુરોપ સહિત દેશોમાં 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી સ્પેશિયલ ક્રિસમસ વેકેશન હોય છે. નાતાલ પર ક્રિસમસ ટ્રીને લાઇટિંગ અને ચોકલેટ વડે સુંદર રીતે સજાવવામાં આવે છે. મેરી ક્રિસમસ 2024 Merry Christmas 2024 (Photo: Freepik)
Santa Claus On Christmas : ક્રિસમસ પર સાન્તા ક્લોઝનું મહત્વ ક્રિસમસના દિવસે ચર્ચમાં પ્રાર્થના યોજાયે છે. ક્રિસમસ પર સાન્તા ક્લોઝનું બહુ મહત્વ હોય છે. લાલ રંગના વસ્ત્રમાં આવતા સાન્તા ક્લોઝ નાના બાળકોને ગીફ્ટ આપે છે અને લોકોની ઇચ્છા પુરી કરે છે. નાતાલ તહેવાર પર લોકો એકબીજાને હેપ્પી મેરી ક્રિસમસ કહીને ક્રિસમસ તહેવારની શુભેચ્છા પાઠવે છે. હેપ્પી મેરી ક્રિસમસ 2024 Happy Merry Christmas 2024 (Photo: Freepik)
ક્રિસમસ ટ્રી ક્રિસમસ ફેસ્ટિવલમાં ક્રિસમસ ટ્રીનું પણ ઘણું મહત્વ છે. ક્રિસમસ ટ્રીને તારાઓ, રોશની અને ગિફ્ટથી સજાવવામાં આવે છે, જે જીવનમાં પ્રકાશનું પ્રતીક છે. ટ્રીની ડાળીઓ પર ચમકતા રંગીન બોલ, રિબન અથવા ઘંટડીઓ પણ બાંધવામાં આવે છે. ઉપરાંત ક્રિસમસ ટ્રીની નીચે ગિફ્ટ બોક્સ પણ મૂકવામાં આવે છો. મેરી ક્રિસમસ (Photo: Freepik)
આ નાતાલ તમારૂ જીવન ખુશીઓથી ભરેલું રહે, બિલકુલ ક્રિસમસ ટ્રીની જેમ જ. તમારું ભવિષ્ય હંમેશા ખુશ રહે તમારો માર્ગ તારાઓની જેમ ચમકતો રહે મેરી ક્રિસમસ! Merry Christmas Wishes (Photo: Freepik)