Happy Teacher’s Day 2025: શિક્ષક દિવસ શુભેચ્છા સંદેશ, ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષક…
શિક્ષક દિવસ 2025 શુભેચ્છાઓ અને અવતરણો : શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. શિક્ષક વ્યક્તિને શાળાકીય જ્ઞાન આપે છે અને જીવનનું માર્ગદર્શન કરે છે. અહીં શિક્ષક દિવસ શુભેચ્છા સંદેશ આપ્યા છે, જેના દ્વારા તમારા શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા સાથે આભાર વ્યક્ત કરી શકાય છે.
Happy Teacher's Day 2025 Best Wishes and Greetings : શિક્ષક દિવસ શુભકામના સંદેશ શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. વ્યક્તિના ઘડતરમાં માતા બાદ શિક્ષકનું મોટું યોગદાન આપે છે. શિક્ષક કોઇ સ્વાર્થ વગર વિદ્યાર્થીને શાળાનું જ્ઞાન આપે છે સાથે સાથે જીવનમાં માર્ગદર્શન આપે છે. આવા મહાન શિક્ષકોના યોગદાનને સમ્માન આપવા માટે શિક્ષક દિવસ ઉજવાય છે. શિક્ષક દિવસ પર દરેક વ્યક્તિને પોતાના શિક્ષક - ગુરુજન યાદ આવે છે. અહીં શિક્ષક દિવસ શુભેચ્છા સંદેશ આપ્યા છે, જેના દ્વારા તમારા શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા સાથે આભાર વ્યક્ત કરી શકાય છે. (Photo: Freepik)
શિક્ષક દિવસ ક્યારે અને કેમ ઉજવાય છે? ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તેમજ એક મહાન શિક્ષક હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં મોટા સુધારા કરી ભારતની શિક્ષણ વ્યવસ્થામા મોટું યોગદાન આપ્યું છે. દરેક વ્યક્તિની સફળતામાં એક શિક્ષક - ગુરુનું મોટું યોગદાન હોય છે. આવા શિક્ષકોના યોગદાન અને મહેનતન સમ્માન આપવા માટે શિક્ષણ દિવસ ઉજવાય છે. શિક્ષણ દિવસ પર દરેક વ્યક્તિને તેના શિક્ષક - ગુરુજન યાદ આવે છે.
એક ટકા અધિકાર વગર સો ટકા જવાબદારીવાળી પદવી આજે કોઈ ધરાવતુ હોય તો તે શિક્ષક છે. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન જી ના જન્મ દિવસ પર શિક્ષક દિવસ નિમિતે સૌ ને હાર્દિક શુભકામના. Happy Teachers Day