jasmin Walia : કોણ છે હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મિન વાલિયા? આવો ગ્લેમરસ છે અંદાજ
Who Is Jasmin Walia : જાસ્મિન વાલિયા ઘણી ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર દરરોજ પોતાની ગ્લેમરસ અંદાજના ફોટો શેર કરતી રહે છે. હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયા એકબીજાને ડેટ કરી રહ્યા તેવી અટકળો કરવામાં આવી રહી છે
Who Is Jasmin Walia : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના થોડાક સમય પહેલા જ નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા થયા છે. હવે તેનું નામ બ્રિટીશ સિંગર જાસ્મિન વાલિયા સાથે સાથે જોડવામાં આવી રહ્યું છે. આવો જાણીએ કેવી રીતે ખબર પડી કે બન્ને ડેટ કરે છે અને કોણ છે જાસ્મિન વાલિયા? (Pics - jasmin Walia Insta)
હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પૂલ કિનારે પોઝ આપતો જોવા મળે છે. જેસ્મિન વાલિયાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પણ પૂલ કિનારે ફોટો ક્લિક કરાવતી જોવા મળી હતી.(Pics - Hardik Pandya jasmin Walia : Insta)
જાસ્મિન વાલિયાનો જન્મ ભલે લંડનના અસેક્સમાં થયો હોય પણ તેનો ભારત સાથે સંબંધ છે. તેના માતા-પિતા ભારતીય મૂળના છે. 2000માં બ્રિટીશ રિયાલિટી ટીવી સીરીઝ ધ ઓનલી વે ઇઝ અસેક્સમાં જાસ્મિન વાલિયા પણ હતી. આ શો થી તે દૂનિયા ભરમાં પ્રખ્યાત થઇ હતી. (Pics - jasmin Walia Insta)
જાસ્મિન વાલિયા ધ બિલ, ડોક્ટર્સ, ધ એક્સ ફેક્ટર, દેસી રાસકલ્સ અને ડિનર ડેટ જેવી ઘણી પ્રખ્યાક બ્રિટીશ ટીવી સિરિયલ્સમાં જોવા મળી ચુકી છે.(Pics - jasmin Walia Insta)
જાસ્મિન વાલિયાને 2014માં જૈન મલિક અને 2015માં સનાયા ઇરાની સાથે ઇસ્ટર્ન આઇ દ્વારા ટોપ 50 સૌથી સેક્સી એશિયન મહિલાઓની યાદીમાં સમાવેશ કર્યો હતો.(Pics - jasmin Walia Insta)
જાસ્મિન વાલિયાએ 2014માં પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી હતી. જ્યાં તે બીજાના ગીતો ગાઇને લોકો વચ્ચે ખુબ લોકપ્રિય થઇ હતી. તેણે ઇન્ટેંસ ટી અને ગ્રીન મ્યૂઝિક સાથે કામ કર્યું છે. જાસ્મિન બ્રિટીશ અને પાકિસ્તાનના પ્રખ્યાત સિંગર જૈક નાઇટ સાથે પણ પર્ફોમન્સ કરી ચુકી છે. (Pics - jasmin Walia Insta)
આ સિવાય બિગ બોસ 13ના ફાઇનલિસ્ટ અસીમ રિયાઝ સાથે 2022માં મ્યુઝીક વીડિયો નાઇટ્સ એન ફાઇટ્સમાં કામ કરી ચુકી છે. બન્નેની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ પડી હતી. (Pics - jasmin Walia Insta)
જાસ્મિન વાલિયા ઘણી ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર દરરોજ પોતાની ગ્લેમરસ અંદાજના ફોટો શેર કરતી રહે છે. હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે કે નહીં તે ફક્ત અટકળો કરવામાં આવી રહી છે.(Pics - jasmin Walia Insta)