માહિકા શર્મા કોણ છે | હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા બાદ હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે 24 વર્ષીય મોડેલ અને અભિનેત્રી માહિકા શર્મા (mahieka sharma) ને ડેટ કરી રહ્યો છે. ચાહકો તેની નવી ગર્લફ્રેન્ડ વિશે ઉત્સુક છે, પરંતુ અહીં જાણો માહિકા શર્મા કોણ છે?
31 વર્ષનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને હેડલાઇન્સમાં છવાઈ ગયો છે. હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા અને ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા સાથે અલગના રિપોર્ટ બાદ હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તે 24 વર્ષીય મોડેલ અને અભિનેત્રી માહિકા શર્મા (mahieka sharma) ને ડેટ કરી રહ્યો છે. ચાહકો તેની નવી ગર્લફ્રેન્ડ વિશે ઉત્સુક છે, પરંતુ અહીં જાણો માહિકા શર્મા કોણ છે?
માહિકા શર્મા એજ્યુકેશન : માહિકા દિલ્હીની રહેવાસી છે અને તેના લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ , તેણે દિલ્હીની નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બાદમાં તેણે કોલેજમાં અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સનો અભ્યાસ કર્યો હતો. શૈક્ષણિક રીતે તેજસ્વી તરીકે જાણીતી તે 10મા બોર્ડની પરીક્ષામાં સંપૂર્ણ 10 CGPA મેળવ્યા હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીકાળ દરમિયાન તેણે ફાઇનાન્સ, શિક્ષણ અને તેલ અને ગેસ સ્ટ્રેટેજીમાં મેનેજમેન્ટ કન્સલ્ટિંગ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપ કરી હતી.
માહિકાની મોડેલિંગ અને અભિનય કરિયર : શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માહિકાએ પોતાનું ધ્યાન ક્રિયેટિવ ફિલ્ડ તરફ વાળ્યું અને ફૂલ ટાઈમ એકટિંગ અને મોડેલિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે ભારતીય રેપર રાગા માટે એક મ્યુઝિક વિડીયોમાં દેખાઈ અને વિવિધ પ્રોજેક્ટ્સમાં નાની ભૂમિકાઓ ભજવી હતી, જેમાં ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માતા ઓર્લાન્ડો વોન આઈન્સીડેલની ફિલ્મ "ઇનટુ ધ ડસ્ક" અને ઓમંગ કુમારની ફિલ્મ "નરેન્દ્ર મોદી" (2019)નો સમાવેશ થાય છે, જેમાં વિવેક ઓબેરોય અભિનીત છે. તેણે તનિષ્ક, વિવો અને યુનિક્લો જેવી મોટી બ્રાન્ડ્સની જાહેરાતોમાં પણ કામ કર્યું છે.
માહિકા શર્મા : અભિનયની સાથે સાથે, માહિકાએ ફેશનમાં પણ પ્રભાવશાળી કારકિર્દી બનાવી. તેણીએ અનિતા ડોંગરે, રીતુ કુમાર, તરુણ તાહિલિયાની, મનીષ મલ્હોત્રા અને અમિત અગ્રવાલ જેવા અગ્રણી ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કર્યું છે. તેણીના કામને કારણે તેણીને 2024 ઇન્ડિયન ફેશન એવોર્ડ્સમાં મોડેલ ઓફ ધ યર (ન્યુ એજ) એવોર્ડ મળ્યો, અને તેણીને એલે મેગેઝિન દ્વારા મોડેલ ઓફ ધ સીઝન તરીકે પણ માન્યતા આપવામાં આવી હતી.
માહિકા અને હાર્દિક પંડ્યા : રેડિટ પોસ્ટ વાયરલ થયા પછી હાર્દિક પંડ્યા સાથેના તેના સંબંધ અંગે અટકળો શરૂ થઈ. માહિકાના એક સેલ્ફીના બેકગ્રાઉન્ડમાં ઈગલ-આંખવાળા ચાહકોએ હાર્દિકને જોયો. બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે, અને માહિકાની એક પોસ્ટમાં, તેણે 33 નંબરની જર્સી બતાવતી જોઈ શકાય છે જે હાર્દિક પંડ્યા સાથે સંકળાયેલ નંબર છે. જોકે, હાર્દિક કે માહિકા બંનેમાંથી કોઈએ હજુ સુધી ડેટિંગની અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
હાર્દિક પંડ્યાના ભૂતકાળના સંબંધો : હાર્દિકે 2020 માં ડાન્સર અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા, અને આ દંપતીએ 2023 માં તેમના પુત્રનું સ્વાગત કર્યું હતું. જોકે, 2024 માં તેમના સંબંધોનો અંત આવ્યો હતો.