એશિયા કપ પહેલા હાર્દિક પંડ્યાએ બદલાવ્યો લૂક, હવે દેખાય છે આવો
Hardik Pandya New Hair Style : હાર્દિક પંડ્યાએ એશિયા કપ પહેલા સ્ટાઇલિશ લુક અપનાવ્યો છે તે એકદમ આકર્ષક લાગી રહ્યો છે. તેના નવા લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે
Hardik Pandya New Hair Style : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે હાર્દિક મેદાન પર એક નવા લુકમાં જોવા મળવાનો છે. (તસવીર - હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ)
હાર્દિક પંડ્યાએ આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા સ્ટાઇલિશ લુક અપનાવ્યો છે તે એકદમ આકર્ષક લાગી રહ્યો છે. તેના નવા લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.(તસવીર - હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ)
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા યુએઇ પહોંચી ગઇ છે અને તે પહેલા હાર્દિક પંડ્યા નવા અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના વાળને સ્ટાઇક કટ કરાવ્યા છે.જેમાં તેના વાળ સાઇડમાં નાના છે અને લાંબા પોનીટેલ વાળ પાછળ રહી જાય છે. (તસવીર - હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ)
તેણે પોતાના વાળને સેન્ડી બ્લોંડ કલરથી રંગાવ્યા છે, જેનાથી તે સફેદ દેખાય છે. પંડ્યાના વાળનો કલર કાળો હતો, પરંતુ હવે તે એક નજરમાં એકદમ સફેદ દેખાય છે.(તસવીર - હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ)
હાર્દિક પંડ્યાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાના નવા લૂકની તસવીર પણ પોસ્ટ કરી હતી અને કેપ્શન આપતા લખ્યું હતું કે ન્યૂ મી. તેણે પોતાની નવી હેરસ્ટાઈલની 5 તસવીરો શેર કરી છે, જેમાં તે ક્યારેક બેક તો ક્યારેક ફ્રન્ટ હેર બતાવી રહ્યો છે. (તસવીર - હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ)
હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાના સૌથી ફેશનેબલ ખેલાડીઓમાંથી એક છે અને પોતાના નવા લૂક પર રિએક્શન આપતા તેના મોટા ભાઇ કૃણાલ પંડ્યાએ ફાયર ઇમોજી પોસ્ટ કરી છે.(તસવીર - હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ)
હાર્દિક પંડ્યા ભારત માટે 114 ટી-20 મેચ રમ્યો છે જેમાં તેણે 1812 રન બનાવ્યા છે. જેમાં તેણે 5 અડધી સદી ફટકારી છે અને તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 71 રન છે. પંડયાએ અત્યાર સુધી ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 94 વિકેટ ઝડપી છે અને તેનું શ્રેષ્ઠ પર્ફોમન્સ 16 રનમાં 4 વિકેટ રહ્યું છે. (તસવીર - હાર્દિક પંડ્યા ઇન્સ્ટાગ્રામ)