Curd Consumption in Diabetes | ડાયાબિટીસમાં દહીં કેટલું ખાવું?
ડાયાબિટીસના દર્દીઓ માટે દહીંનું સેવન | ડાયાબિટીસ (Diabetes) ના દર્દીઓ માટે આહારનું યોગ્ય આયોજન ખૂબ જ મહત્વનું છે. ઘણા લોકો દહીં ખાવા વિશે દ્વિધામાં હોય છે. જોકે, નિષ્ણાતો માને છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં એક ઉત્તમ આહાર છે, પરંતુ કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે.
Curd Consumption for Diabetic Patients | ડાયાબિટીસ (Diabetes) ના દર્દીઓ માટે આહારનું યોગ્ય આયોજન ખૂબ જ મહત્વનું છે. ઘણા લોકો દહીં ખાવા વિશે દ્વિધામાં હોય છે. જોકે, નિષ્ણાતો માને છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં એક ઉત્તમ આહાર છે, પરંતુ કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં ખાવાના ફાયદા : દહીંનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે (લગભગ 28), જેનો અર્થ છે કે તે લોહીમાં શુગરનું પ્રમાણ ધીમે ધીમે વધારે છે. આ બ્લડ શુગરમાં અચાનક ઉછાળો આવતો અટકાવે છે. દહીંમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સના શોષણને ધીમું કરવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ શુગરનું સ્તર સ્થિર રહે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં ખાવાના ફાયદા : દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ (સારા બેક્ટેરિયા) આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આંતરડાનું સારું સ્વાસ્થ્ય બ્લડ શુગરના નિયમનમાં પણ મદદ કરી શકે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે પ્રોબાયોટિક્સ ગ્લુકોઝ મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં ખાવાના ફાયદા : દહીં કેલ્શિયમ, વિટામિન્સ, ઝીંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક પોષકતત્ત્વોથી ભરપૂર છે. કેલ્શિયમ હાડકાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે અને ઇન્સ્યુલિન સ્નેસીટીવીટી અને ગ્લુકોઝ મેટાબોલિઝમમાં પણ ભૂમિકા ભજવી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં ખાવાના ફાયદા : દહીંમાં પ્રોટીન હોવાથી તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી વધુ પડતું ખાવાનું ટાળી શકાય છે અને વજન નિયંત્રણમાં મદદ મળે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વપૂર્ણ છે.
કેટલું દહીં ખાવું જોઈએ? ડાયાબિટીસના દર્દીઓ દિવસમાં 2-3 વાટકી જેટલું દહીં ખાઈ શકે છે. જોકે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે જેમ કે ખાંડ વગરનું દહીં પસંદ કરો કે કારણ કે ખાંડ ઉમેરેલી હોય તે બ્લડ શુગર વધારી શકે છે.
સંતુલિત આહારનો ભાગ : જો તમે વજન ઘટાડવાનું લક્ષ્ય ધરાવો છો, તો લો-ફેટ અથવા નોન-ફેટ દહીં પસંદ કરી શકો છો. જોકે પૂર્ણ-ફેટ દહીંમાં પણ હેલ્ધી ચરબી હોય છે, પરંતુ વધુ પડતી ચરબી લાંબા ગાળે ઇન્સ્યુલિન પ્રતિકારમાં વધારો કરી શકે છે. દહીંને તમારા સંતુલિત આહારના ભાગ રૂપે લો. તેને ફાઈબર-સમૃદ્ધ ખોરાક જેમ કે ફળો, બદામ અથવા બીજા ડ્રાયફ્રૂટ્સ સાથે ખાઈ શકાય છે.
રાત્રે દહીં ખાવું કે નહિ? :આયુર્વેદ મુજબ, રાત્રે દહીં ખાવાથી કફ દોષ વધી શકે છે અને પાચન ધીમું થઈ શકે છે. જોકે, કેટલાક ડોકટરો માને છે કે રાત્રે દહીં ખાવું બરાબર છે. જો તમે રાત્રે દહીં ખાવાનું પસંદ કરો છો, તો તેમાં શેકેલું જીરું પાવડર, કાળા મરી કે સિંધવ મીઠું ઉમેરી શકો છો.