Kite festival : ગુજરાતનો મકરસંક્રાતિનો તહેવાર ઉત્તરાયણના (uttarayan) નામ ઉજવાય છે અને આ દિવસે પતંગ ઉડાવવાની પરંપરા છે. ગુજરાતનો ઉત્તરાયણનો તહેવાર એટલે કે પતંગોત્સવ (kite festival in Gujarat) દુનિયામાં પ્રસિદ્ધ છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામા લોકો પતંગોત્સવની મજા અને પતંગ ઉડાવવાનો આનંદ માણવા ગુજરાત આવતા હોય છે.
-
ભારતમાં દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિનો પર્વ ઉજવવામાં આવે છે. આજના દિવસનું ધાર્મિંક મહાત્મયની સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે.
-
ગુજરાતનો મકરસંક્રાતિનો તહેવાર ઉત્તરાયણના નામ ઉજવાય છે અને આ દિવસે પતંગ ઉડાવવાની પરંપરા છે. ગુજરાતનો ઉત્તરાયણનો તહેવાર એટલે કે પતંગોત્સવ દુનિયામાં પ્રસિદ્ધ છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામા લોકો પતંગોત્સવની મજા અને પતંગ ઉડાવવાનો આનંદ માણવા ગુજરાત આવતા હોય છે.
-
શરીરમાં ઉર્જાનો સંચાર અને આંખોનું તેજ વધે છે : પતંગ ચગાવવાથી આંખોનું તેજ વધે છે, શરીરને થાક નથી લાગતો અને એનર્જી રિજનનરેટ થાય છે. બાળકો આખો દિવસ અભ્યાસ કરીને અને ગેમ રમીને થાકી જાય છે ત્યારે તેમને એનર્જી મેળવવામાં પતંગ મદદરૂપ થઇ શકે છે.
-
વિટામીન-ડી મળે : શિયાળાની ઋતુમાં પતંગ ચગાવવાના ઘણા ફાયદા છે. પતંગ ઉડાવવાથી સૂર્યપ્રકાશમાંથી વિટામીન-ડી મળે છે. વિટામીન-ડીથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
-
હાકડાં અને સ્નાયુઓ મજબૂત બને છે : શરીરની મજબૂતી માટે વિટામીન-ડી જરૂરી છે. આજકાલ બાળકો દોડવામાં કે રમવામાં બહુ જલ્દી થાકી જાય છે. આવી સ્થિતિમાં સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામીન-ડી બાળકોના શરીરના હાકડાં, દાંત અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
-
અભ્યાસમાં એકાગ્રતા વધે : નાના બાળકોને પતંગ ઉડાવવાથી રોકવા જોઇએ નહીં. પતંગ ઉડાવવાથી બાળકોનું અભ્યાસમાં મન લાગે છે. બાળકોની અભ્યાસમાં એકાગ્રતા વધે છે અને સારા માર્ક્સ મેળવી શકે છે.
-
હૃદય મજબૂત બનશે, બીમારીઓ દૂર રહેશે : પતંગ ચગાવવાથી શરીરની કસરત થવાથી હૃદય મજબૂત બને છે, બ્લડ પ્રેશરની બીમારી થવાની શક્યતા ઓછી રહે છે.
-
ટેન્શન દૂર થાય, મન પ્રફુલ્લિત રહેશે : પતંગ ઉડાવવાથી ટેન્શન – તણાવ દૂર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. તો ઉત્તરાયણમાં પતંગ ઉડાવો અને તમ-મનને તંદુરસ્ત બનાવો.
-
ગુજરાતમાં બે વર્ષ બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યુ છે. આ ફેસ્ટિવલમાં દેશ અને વિદેશના ઘણા પતંગબાજો તેના વિવિધ પ્રકારના પતંગો ઉડાવશે.