Health Tips: અખરોટ હાર્ટ પેશન્ટ માટે ફાયદાકારક, જાણો એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઇએ અને સાચી રીત કઈ છે?
Health Benefits Of Walnuts: અખરોટ પોષક તત્વોનો પાવરહાઉસ કહેવાય છે. અખરોટનું સેવન કરવાથી મગજથી લઇ હૃદયની તંદુરસ્તી સુધરે છે. જાણો એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઇએ.
અખરોટ પોષક તત્વોનો પાવરહાઉસ અખરોટ પોષત તત્વોથી ભરપૂર ખાસ ડ્રાયફૂટ્સ છે. અખરોટ ખાવાથી યાદશક્તિ વધતી હોવાનું કહેવાય છે. અખરોટ હાર્ટ પેશન્ટ થઈ લઇ ડાયાબિટીસ દર્દી માટે પણ ફાયદાકારક છે. (Photo: Freepik)
હાર્ટ પેશન્ટે પોતાના ડાયટ પર ઘણું ધ્યાન આપવું પડે છે. ઘણા એવા ડ્રાય ફ્રૂટ્સ છે જેનું સેવન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે, જેમાંથી એક અખરોટ છે. અખરોટનું સેવન હ્રદયના દર્દીઓ માટે રામબાણ સાબિત થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ અને તેનું સેવન કરવાની સાચી રીત કઈ છે? (Photo: Freepik)
અખરોટના પોષક તત્વો અખરોટ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફોસ્ફરસ, કોપર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે. (Photo: Freepik)
અખરોટ માંથી મળતું ઓમેગા 3 ફેટી એસિડ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ અખરોટનું સેવન કરવું જ જોઈએ. (Photo: Freepik)
વજન વધી શકે છે અખરોટમાં પણ સારી માત્રામાં કેલરી હોય છે, તેથી તેનું વધુ સેવન કરવાથી વજન વધી શકે છે. જો મર્યાદિત માત્રામાં અખરોટનું સેવન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. (Photo: Freepik)
એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઇએ? એખરોટનું સાચી રીતે મર્યાદિત પ્રમાણમાં સેવન કરવાથી શરીરને બહુ ફાયદો થાય છે. એક દિવસમાં 30 થી 60 ગ્રામ અખરોટનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કહેવાય છે. એટલે કે એક દિવસમાં 2 થી 3 અખરોટનું સેવન કરી શકાય છે. આનાથી વધુ સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉપરાંત ખાલી પેટ અખરોટનું સેવન ન કરવું જોઈએ. તેમજ કફની સમસ્યા હોય તો તેવા લોકોએ ન ખાવું જોઈએ. (Photo: Freepik)
અખરોટ ખાવાના ફાયદા અખરોટનું સેવન મગજ માટે પણ ફાયદાકારક કહેવાય છે. તેનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ વધે છે. આ સાથે મન શાંત રહે છે અને વ્યક્તિ તણાવથી પણ રાહત મેળવી શકે છે. (Photo: Freepik)
ડાયાબિટીસ દર્દી અખરોટનું સેવન કરી શકે છે? અખરોટમાં ફાઈબરની સાથે સારી માત્રામાં હેલ્ધી ફેટ હોય છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે જેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે. (Photo: Freepik)
અખરોટ કબજિયાતમાં રાહત આપશે અખરોટ કબજિયાતથી પીડાતા લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે . તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. (Photo: Freepik)