Ghee For Weight Loss Myth or Science : જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમે સૌથી પહેલા તમારા આહારમાંથી ચરબી અને ખાસ કરીને ઘી ને દૂર કરી દીધું હશે. પરંતુ શું તમે જાણો છો કે જે ઘી ને તમે વજન વધારનાર ગણીને છોડી દીધું છે, તે ખરેખર તમારા વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદરૂપ સાબિત થઈ શકે છે? ચાલો જાણીએ કે ઘી વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે અને તેની પાછળનું વૈજ્ઞાનિક અને આયુર્વેદિક તર્ક શું છે. (Photo Source: Freepik)
ઘી શું છે? : ઘી ને ક્લેરિફાઇડ પણ કહેવામાં આવે છે, જે ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે લગભગ 99.9% ફેટ અને 1% ભેજથી બનેલું છે, સાથે કેટલાક ફેટ સોલ્યુબલ વિટામિન અને દૂધના પ્રોટીનના અંશોથી બનેલા હોય છે. (Photo Source: Pexels)
ઘી દૂધમાંથી દેશી રીતે તૈયાર કરવામાં આવે છે, ખાસ કરીને ગાયના દૂધમાંથી બનાવેલ ઘી સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. ઘરે બનાવેલ ઘી લાંબા સમય સુધી બગડતું નથી કારણ કે તેમાં ફોસ્ફોલિપિડ્સ હોય છે, જે બજારમાં ઉપલબ્ધ ઘી માં ઓછા હોય છે. (Photo Source: Freepik)
ઘી માં જોવા મળતા ફેટ્સ : ઘી માં મુખ્યત્વે સંતૃપ્ત ચરબી હોય છે જે ઓરડાના તાપમાને પણ બગડતી નથી. તેમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ (DHA) અને ઓમેગા 6 (CLA) વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. (Photo Source: Freepik)
ઘી વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે? એમિનો એસિડની હાજરી: ઘી માં આવશ્યક એમિનો એસિડ હોય છે જે ચરબીના કોષોનું કદ ઘટાડવામાં મદદ કરે છે. ઘી ના અન્ય ફાયદાની વાત કરીએ તો તે બ્યુટીરિક એસિડ અને વિટામિન A, D, E, K થી ભરપૂર, પાચનમાં મદદ કરે છે, હાડકાંને મજબૂત બનાવે છે, વાળ અને આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને શરીરને અંદરથી સાફ કરે છે. (Photo Source: Pexels)
ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ: DHA હૃદય રોગ, કેન્સર, સંધિવા, ADHD અને ઇન્સ્યુલિન રેજિંસ્ટેંસ જેવી બીમારીઓથી બચાવે છે. CLA (Conjugated Linoleic Acid) શરીરના લીન મસલ્સને વધારે છે અને ચરબી ઘટાડે છે. (Photo Source: Pexels)
આયુર્વેદ શું કહે છે? : આયુર્વેદ અનુસાર ઘી શરીરને પોષણ આપે છે, સાંધાઓને લુબ્રિકેટ કરે છે અને લાંબુ આયુષ્ય આપે છે. તે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં અને ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. (Photo Source: Freepik)
તમારે કેટલું સેવન કરવું જોઈએ? : ડાયેટિશિયનોના મતે દરરોજ 1-2 ચમચી ઘી નું સેવન ફાયદાકારક છે. જો તમે વજન ઘટાડી રહ્યા છો, તો ઘી તમને મદદ કરી શકે છે, પરંતુ તેના જથ્થા પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં લગભગ 99.5% ચરબી હોય છે. જો તમે પહેલાથી જ ઓમેગા 3 સ્ત્રોતો જેમ કે અળસીના બીજ, અખરોટ અથવા માછલીનું તેલ લઈ રહ્યા છો, તો ઘીની એટલી જરૂર નથી. (Photo Source: Freepik)