સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આજે જ ડાયેટમાં સામેલ કરો આ ફુડ્સ, મળશે તાત્કાલિક રાહત
Anxiety Relief Made Easy: જો તમે ચિંતા અને તણાવથી પીડાઈ રહ્યા છો, તો કેટલાક કુદરતી ફુડ્સ ખાવાથી તમે તાત્કાલિક રિલેક્સ અને શાંત અનુભવ કરી શકો છો. ચાલો આ ફુડ્સ વિશે જાણીએ
Anxiety Relief Made Easy: આજના ભાગદોડ ભર્યા જીવનમાં ચિંતા અને તણાવ સામાન્ય સમસ્યાઓ બની ગયા છે. દવાઓ કે ઘણા ઉપાયોને બદલે, કેટલાક ઘરે બનાવેલા ખોરાક ખાઇને તાત્કાલિક રાહત મેળવી શકો છે. આ ફક્ત તમારા મન અને શરીરને જ નહીં પરંતુ તમારા મૂડને પણ સુધારે છે. ચાલો આવા ફૂડ્સ વિશે જાણીએ. (Photo Source: Pexels)
ગોળનું પાણી : હૂંફાળા પાણીમાં થોડો ગોળ ભેળવીને પીવાથી શરીરમાં તરત જ ઊર્જા આવે છે. તે મૂડને બેલેન્સ કરે છે અને મનને શાંતિ આપે છે. (Photo Source: Freepik)
બદામ : સવારે પલાળેલી બદામ ખાવાથી કોર્ટિસોલ એટલે તણાવ હોર્મોનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેમાં હાજર હેલ્ધી ફેટ્સ અને વિટામિન મગજને પોષણ આપે છે અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. (Photo Source: Pexels)
કોળાના બીજ : શેકેલા કોળાના બીજ નાસ્તા તરીકે ખાઈ શકાય છે. તે મેગ્નેશિયમ અને ઝીંકથી ભરપૂર હોય છે, જે તણાવ હોર્મોન્સને સંતુલિત કરે છે અને માનસિક શાંતિ આપે છે. (Photo Source: Pexels)
કેમોમાઈલ ચા : ગરમ કેમોમાઈલ ચા નસોને આરામ આપે છે અને મનને શાંત કરે છે. ઊંઘની ગુણવત્તા સુધારવા અને તણાવ દૂર કરવા માટે ઊંઘતા પહેલા તેને પીવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. (Photo Source: Pexels)
એવોકાડો : એવોકાડો ટોસ્ટ બનાવીને અથવા સલાડમાં ઉમેરી ખાઇ શકાય છે. તેમાં રહેલા હેલ્ધી ફેટ્સ અને બી વિટામિન નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને મૂડને સંતુલિત કરવામાં મદદ કરે છે. (Photo Source: Pexels)
તુલસી ચા : આયુર્વેદમાં તુલસીને એડાપ્ટોજેન માનવામાં આવી છે. તુલસી ચા તણાવ ઘટાડવામાં, મનને શાંત કરવામાં અને માનસિક સ્પષ્ટતા વધારવામાં મદદ કરે છે. દિવસમાં બે વાર પીવી અત્યંત ફાયદાકારક છે. (Photo Source: Pexels)
કેળા : કેળા એક એવું ફળ છે જે તાત્કાલિક ઉર્જા આપવાની સાથે-સાથે અને સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ "ફીલ-ગુડ" કેમિકલ તમારા મૂડને સુધારે છે અને ચિંતા ઘટાડે છે. (Photo Source: Pexels)
ડાર્ક ચોકલેટ : ડાર્ક ચોકલેટ મેગ્નેશિયમ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. તે તણાવ હોર્મોન્સ ઘટાડે છે અને કુદરતી રીતે મૂડ સુધારે છે. થોડી ડાર્ક ચોકલેટ ચિંતાને તરત જ શાંત કરવામાં મદદ કરી શકે છે. (Photo Source: Pexels)