કઈ પોઝિશનમાં ઊંઘવું જોઈએ, ડાબી બાજુ, જમણી બાજુ કે અન્ય રીત? જાણો
Best Sleeping Position : ઊંઘતી વખતે પોઝિશનનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય પોઝિશનમાં સૂવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જ્યાકે ખોટી સ્થિતિને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કઇ પોઝિશનમાં ઊંઘવું જોઈએ ચાલો એક નજર કરીએ.
Which Sleeping Position Is Best : દરેક વ્યક્તિ માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઊંઘ ફક્ત શરીરને રિચાર્જ કરતી નથી પણ કેલરી પણ બર્ન કરે છે. આ સાથે પૂરતી ઊંઘ શરીરને ફિટ અને સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. નક્કી કરેલી જરૂરી ઊંઘનો સમય 7 થી 8 કલાક માનવામાં આવે છે. (Photo: Freepik)
પરંતુ ઊંઘતી વખતે પોઝિશનનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય પોઝિશનમાં સૂવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જ્યાકે ખોટી સ્થિતિને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો એક નજર કરીએ.(Photo: Freepik)
જમણી બાજુ કેમ સૂવું જોઈએ? : જ્યારે તમે જમણી બાજુ પર ઊંઘો છો એટલે કે શરીરને જમણી બાજુ ફેરવીને, તે સ્લીપ એપનિયા અને નસકોરાં ઘટાડે છે. આ બાજુ પર સૂવાથી વાયુ માર્ગ ખુલી જાય છે, જે શ્વાસ લેવામાં સુધારો કરે છે. (Photo: Freepik)
પીઠના બળે ઊંઘવાના ફાયદા : પીઠના બળે સૂવાથી કરોડરજ્જુ, ગરદન અને ખભાને પ્રાકૃતિક સંરેખન (અલાઇનમેન્ટ) મળે છે. જેનાથી સવારે ઉઠતા વખતે દુખાવો ઓછો થાય છે. (Photo: Pexels)
પેટના બળે સૂવું : પેટના બળે સૂવાની સ્થિતિને બાલ આસન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ઊંઘવાથી છાતીનો સૌથી વધારે ફેલાવ થાય છે. જોકે આ પોઝિશનમાં લાંબા સમય સુધી સૂવું જોઈએ નહીં. કારણ કે લાંબા સમય સુધી પેટના બળે ઊંઘવાથી શરીરના અન્ય ઘણા ભાગો પર દબાણ પડે છે, જે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.(Photo: Pexels)
સાવધાનીઓ : ડાબી કે જમણી બાજુ લાંબા સમય સુધી સૂવું યોગ્ય નથી. આ પોઝિશનમાં લાંબા સમય સુધી સૂવાથી ક્યારેક ખભા અને હિપ્સ પર દબાણ વધે છે, જેના કારણે દુખાવો થઈ શકે છે.(Photo: Freepik)
જ્યારે ડાબી કે જમણી બાજુ ઊંઘી રહ્યા હોય તે વખતે એક ઓશીકું માથા અને ખભા વચ્ચે, એક ઘૂંટણની વચ્ચે રાખવાથી કરોડરજ્જુ સ્થિર રહે છે, જેનાથી દર્દની સમસ્યા થતી નથી. (Photo: Pexels)