Health Tips: ડાયાબિટીસ દર્દી માટે આ ફળ નું સેવન જોખમી, બ્લડ સુગર લેવલ વધવાનો ખતરો
Health Tips For Diabetic Patients: ડાયાબિટીસ દર્દી એ ડાયટનું વિશે ધ્યાન રાખવું જોઇએ. ખાંડ કે ગોળ ઉપરાંત અમુક ફળ પણ છે, જેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે.
Worst Fruits For Diabetics Patients: ડાયાબિટીસ દર્દી માટે હાનિકારક ફળ દિવાળી દરમિયાન શુગર કંટ્રોલઃ દિવાળીની સાથે તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. દિવાળી પર મીઠાઈનું સેવન વધી જાય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દી એ બહુ કાળજી રાખવી પડે છે. દિવાળી પર મીઠાઈ જોઇ પોતાની જાતને રોકવી સરળ નથી અને આપણે સ્વાદ માટે પણ થોડીક થોડીક મીઠાઈ ખાઈએ છીએ. ઉપરાંત જો તમે મીઠાઈ ન ખાવ તો ફળ ખાઓ છો. જો ક તમને જાણીને આશ્ચર્ય થશે કે, અમુક ફળનું સેવન કરવાથી સુગર લેવલ વધી જાય છે. અહીં એવા ફળ વિશે જાણકારી આપવામાં આવી છે, જે ડાયાબિટીસ દર્દીએ ખાવા ન જોઇએ. (Photo: Freepik)
કેળા ડાયાબિટીસ દર્દીએ કેળાનું સેવન ટાળવું જોઈએ, કારણ કે કેળામાં કાર્બોહાઈડ્રેટ અને નેચરલ સુગરનું પ્રમાણ વધારે હોય છે. કેળાના સેવનથી બ્લડ શુગર ઝડપથી વધે છે. (Photo: Freepik)
ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઇપ 1 અને ટાઇપ 2. ડાયાબિટીસ બીમારીના સામાન્ય લક્ષણોમાં વારંવાર તરસ લાગવી, વારંવાર પેશાબ થવો, થાક લાગવો અને દૃષ્ટિ નબળી થવી છે. ડાયાબિટીસ દર્દીએ પોતાના ડાયટ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. તો જ આ રોગ પર કાબૂ મેળવી શકાય છે. તમને જણાવી દઇયે કે, ડાયાબિટીસ સુગર બીમારી પણ કહેવાય છે. આ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. ડાયાબિટીસ બીમારી હોય ત્યારે બ્લડ સુગર લેવલ એટલે કે ગ્લુકોઝને કંટ્રોલ થતું નથી. ડાયાબિટીસ બીમારી થયા બાદ શરીરમાં અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો ખતરો ધીમે ધીમે વધી જાય છે. (ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.) (Photo: Freepik)