Health Tips Of Sadhguru: સદગુરુ કહે છે, આ 5 વાત જીવનમાં ઉતારી લો, અડધાથી વધુ સ્વાસ્થ્ય સમસ્યા થશે દૂર
Health Tips Of Sadhguru: સદગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું કે જો તમે પાણીથી લઈને ભોજન સુધી દરેક વસ્તુનું ધ્યાન રાખશો તો તમારી 50 ટકા સ્વાસ્થ્ય સમસ્યા આપમેળે હલ થઈ જશે.
Health Tips Of Sadhguru : સદગુરુ હેલ્થ ટીપ્સ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું જરૂરી છે. જો કે આજની ફાસ્ટ લાઇફ સ્ટાઇલ અને ખાણીપીણીની ખરાબ આદતના કારણ દરેક વ્યક્તિ કોઇને કોઇને સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત છે. જો કે લાઇફસ્ટાઇલમાં અમુક સરળ રીતો અપનાવવી ઘણી હેલ્થ પ્રોબ્લમ અને બીમારીથી બચી શકાય છે. સદગુરુ જગ્ગી વાસુદેવ આધ્યાત્મિક ગુરુ અને લાઇફ સ્ટાઇલ એક્સપર્ટ્સ છે. સદગુરુએ શરીર સ્વસ્થ અને નીરોગી રાખવા માટે 5 સરળ હેલ્થ ટીપ્સ જણાવી છે, જે જે આપણી 50 ટકા સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરી શકે છે. (Photo: Social Media)
લીલા શાકભાજી વધુ ખાવો તમારા આહારમાં 40 થી 50 ટકા કાચા ખોરાકનો સમાવેશ કરો. કાચા ખોરાકનો અર્થ એ છે કે જીવંત ખોરાક તમારા આહારમાં શામેલ કરશો તો તમારું શરીર સ્વસ્થ રહેશે. સદગુરુના કહેવા પ્રમાણે તમે મૃત ખોરાક ખાઓ છો પણ લાંબુ જીવન જીવવા માંગો છો. ખોરાક પચાવવા માટેના તમામ પાચક પદાર્થો માત્ર શરીરમાં જ નહીં પરંતુ ખોરાકમાં પણ હોય છે. ખોરાકમાં ઉત્સેચકો હોય છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે, પરંતુ જ્યારે તમે તેને રાંધો છો ત્યારે તમે આ ઉત્સેચકોનો નાશ કરો છો. આથી ભોજનમાં લીલા શાકભાજીનું સેવન વધારે કરવું જોઇએ. જ્યારે તમે ઉત્સેચકો વગરના ભોજનનું સેવન કરો છો ત્યારે આ ઉત્સેચકો બનાવવા માટે શરીરને ફરી મહેનત કરવી પડે છે, આ ઉત્સેચકોની મદદથી ખોરાક પચી જાય છે. આવો ખોરાક ખાધા પછી તમારા શરીરની ઊર્જા ઘટી જાય છે અને બાદમાં શરીર ધીમે ધીમે સ્વસ્થ થાય છે. કાચા ખોરાકમાં તમારે શાકભાજી, ફળો, ડ્રાયફ્રૂટ્સ, ફણગાવેલા અનાજ, ફણગાવેલા અડદની દાળ ખાવી જોઈએ. (Photo: Freepik)
તાંબાના વાસણનું પાણી પીવો સદગુરુના કહેવા મુજબ શરીરને સ્વસ્થ રાખવું હોય તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીઓ. તાંબાના વાસણમાં પાણી આખી રાત રાખો છો તો પાણીમાં તાંબાના કેટલાક ગુણ પણ આવે છે, જેનાથી તમારા લીવરના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તાંબાના વાસણનું પાણી પીવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે જે અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓનો ઇલાજ કરે છે. તાંબાના વાસણનું પાણી લોહીનું પરિભ્રમણને સુધારે છે, જે શરીરમાં એનર્જી લેવલ વધારે છે, નબળાઇ અને થાકને દૂર કરે છે. (Photo: Social Media)
રાત્રે સૂતા પહેલા સ્નાન કરો રાત્રે સૂતા પહેલા નવશેકા પાણીથી સ્નાન કરો. રાત્રે નવશેકા પાણીથી સ્નાન કરવાથી શરીર સજાગ રહે છે. જો તમે વિચારી રહ્યા છો કે નાહ્યા પછી તમને જલદી ઊંઘ નહીં આવે, તો તમે ખોટા છો. સ્નાન કર્યા પછી, તમને સારી અને ગાઢ ઉંઘ આવશે અને તમારા માનસિક તણાવને પણ નિયંત્રિત કરવામાં આવશે. સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ તો થાય જ છે સાથે સાથે મન પણ શુદ્ધ કરે છે. (Photo: Freepik)
પેટને થોડો સમય વિરામ આપો ખાલી પેટ હોવું એ શરીર માટે સ્વસ્થ છે. જ્યારે તમારું પેટ ખાલી હોય છે, ત્યારે તમારું શરીર અને મન બંને વધુ સારી રીતે કાર્ય કરે છે. તમે જે પણ ખાવ, બે-બે કલાકમાં તમારું પેટ ખાલી થઈ જવું જોઈએ. એક ભોજન અને બીજા ભોજનની વચ્ચે રાખો 8 કલાકનું અંતર, આમ કરશો તો તમારી અડધાથી વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ જશે. (Photo: Freepik)
રોગપ્રતિકારક શક્તિ વધારો જમીન સાથે જોડાઈને તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો. વૃક્ષો સાથે સમય વિતાવવાથી તમારી જીવનની ક્ષમતામાં વધારો થશે, સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા વધશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. જો તમે શરીર પર માટીનો લેપ લગાવશો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. બગીચામાં ફરવા જાઓ, જે તમારા તન અને મનને પ્રફુલ્લિત રાખે છે. (Photo: Freepik)