Health Tips : રાત્રે ભોજન કરવાનો યોગ્ય સમય ક્યો છે? જાણો સદગુરુ પાસેથી
Right Time For Dinner: રાત્રે મોડું ભોજન કરવાથી એસિડિટી, હૃદયમાં બળતરા અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. જો પેટ સારું હશે તો જ મન અને તન બંને સ્વસ્થ રહે છે.
શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય સમયે ભોજન કરવું જરૂરી છે. ઘણા લોકો એવા હોય છે જેઓ રાત્રે મોડું જમતા હોય છે. રાત્રે ખાવામાં બેદરકારીથી ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. યોગ્ય સમયે ભોજન કરવાથી ચયાપચયની સાથે સાથે પાચન પણ યોગ્ય રહે છે. આવો જાણીએ કે રાત્રે જમવાનો યોગ્ય સમય કયો છે અને કેટલા વાગ્યા પછી કઇ પણ ખાવું જોઈએ નહીં. (Photo: Freepik)
રાત્રે જમવાનો શ્રેષ્ઠ સમય સાંજે 5 થી 8 વાગ્યાની વચ્ચે માનવામાં આવે છે. આ સાથે તમે રાત્રે ભોજનમાં જેટલું હળવું ભોજન જમશો તેટલું તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. ઘણા હેલ્થ એક્સપર્ટ્સ પણ આને રાત્રે જમવાનો યોગ્ય સમય માને છે. (Photo: Freepik)
રાત્રે ભોજન ઉંઘવાના 3 કલાક પહેલા કરી લેવું જોઈએ. તેનાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો ખતરો ઓછો થાય છે. ખોરાક પચવા માટે પુરતો સમય મળે છે અને સારી ઊંઘ પણ આવે છે. (Photo: Freepik)
ઉપરાંત રાત્રે ભોજન કરવાનો એક ફિક્સ સમય હોવો જરૂરી છે. જો તમે રાત્રે ભોજન કરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરો છો અને નિયમિતપણે તે ફોલો કરશો તો આરોગ્ય સારું રહેશે. (Photo: Freepik)
ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે રાત્રે મોડું ભોજન કરવાથી હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. તેની સાથે એસિડિટી, હૃદયમાં બળતરા અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. (Photo: Freepik)
સદગુરુ જગ્ગી વાસુદેવ કહે છે કે, વ્યક્તિએ રાત્રે ભોજનમાં ખૂબ જ હળવો ખોરાક લેવો જોઈએ. કારણ કે પેટ જેટલું ખાલી હશે તેટલું શરીર અને મન સારી રીતે કાર્ય કરશે. આ ઉપરાંત, જ્યારે પેટ ખાલી રહે છે ત્યારે જ તે પોતાને ઠીક કરવામાં સક્ષમ છે. (Photo: Sadhguru)