કઈં ઉમરમાં કેટલો સમય કસરત કરવી જોઈએ? શું કહે છે WHO ગાઈડલાઈન?
Health and Exercise WHO Guidelines : આરોગ્ય તંદુરસ્ત રાખવા માટે કસરત ખુબ જરૂરી માધ્યમ છે. કસરતથી શરીરને અનેક ફાયદા થાય છે, તો આપણે જોઈએ કઈં ઉંમરે કેટલો સમય કસરત કરવી જોઈએ?.
WHO Guidelines Exercise | WHO કસરત અંગેની ગાઈડલાઈન | કઈં ઉંમરે કેટલો સમય કસરત કરવી જોઈએ?, કસરત કરવી એ આપણા બધાના શરૂર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે માત્ર આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં જ મદદ નથી કરતી, પરંતુ, માનસિક બીમારીઓથી પણ આપણું રક્ષણ કરે છે. દરરોજ કસરત કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણને વેગ મળે છે અને શરીરના તમામ કાર્યો સારી રીતે ચાલે અને તેને સુધારવામાં મદદ મળે છે. (ફોટો ક્રેડિટ - ફ્રીપીક)
WHO કહે છે કે, આ સિવાય પણ રોજ કસરત કરવાના ઘણા ફાયદા છે. પરંતુ આ ફાયદાઓ મેળવવા માટે તમારે એ જાણવું પડશે કે, આપણે કઈ ઉંમરે કેટલી કસરત કરવી જોઈએ. તો જાણી લો આને લગતી ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકા. (એક્સપ્રેસ)
5 થી 17 વર્ષના બાળકો અને કિશોરોએ કેટલો સમય કસરત કરવી જોઈએ - 5 થી 17 વર્ષના બાળકોએ ઓછામાં ઓછી 60 મિનિટ એટલે કે 1 કલાક કસરત કરવી જ જોઇએ. તમારે માત્ર એવું કરવાનું છે કે, દરરોજ 60 મિનીટ મધ્યમથી તીવ્ર ગતીમાં એરોબિક કસરત જેવી કે ઝડપી ચાલવું અને સાયકલ ચલાવ વગેરે. અઠવાડિયામાં 3 દિવસ આમ કરવું જરૂરી છે. આ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને હાડકાંના સ્વાસ્થ્યને યોગ્ય રાખે છે. (ફોટો ક્રેડિટ - ફ્રીપીક)
18-64 વર્ષની વયના લોકોએ કેટલો સમય કસરત કરવી જોઈએ - પુખ્ત વયના લોકોએ ઓછામાં ઓછી 150 મિનિટ એટલે કે, અઢી કલાકની કસરત કરવી જોઈએ. ઓછામાં ઓછુ 300 મિનિટની મધ્યમ-ઝડપી ગતિની કસરતો કરવી. ઓછામાં ઓછી 75-150 મિનિટની સઘન તીવ્રતાવાળી એરોબિક કસરત કરવી. બીજું કંઈ નહીં તો અઠવાડિયામાં 2 દિવસ તો આટલું કરો જ. કારણ કે તે શરીરના કોષો અને પેશીઓને સ્વસ્થ રાખે છે અને ઘણા અવયવોનું સ્વાસ્થ્ય યોગ્ય રાખે છે. (ફોટો ક્રેડિટ - ફ્રીપીક)
65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ કેટલો સમય કસરત કરવી જોઈએ - મોટી ઉંમરના વયસ્કોએ ઓછામાં ઓછા 150 મિનીટ એટલે કે અઢી કલાકની કસરત કરવી જોઈએ. તે પણ મધ્યમ તીવ્રતાવાળી કસરત 300 મિનિટ સુધી કરો. ઓછામાં ઓછી 75-150 મિનિટ સુધી એરોબિક કસરત જોરશોરથી કરો. આ રીતે તમે કસરત કરીને ઘણી સમસ્યાઓથી બચી શકો છો અને શરીરના ઘણા ભાગોને સ્વસ્થ રાખી શકો છો. (ફોટો ક્રેડિટ - ફ્રીપીક)
આ રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે, તમારે વધુને વધુ કસરત અને શારીરિક પ્રવૃત્તિઓને અનુસરવી જોઈએ અને ઓછામાં ઓછું બેસીને સમય પસાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. (ફોટો ક્રેડિટ - ફ્રીપીક)
જો તમે આ રીતે જીવન જીવો છો, તો તમે શરીર સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી બચી શકો છો. તેથી આ બાબતોનું ધ્યાન રાખો અને શક્ય હોય તેટલી કસરત કરો. (ફોટો ક્રેડિટ - ફ્રીપીક)