Doodh Peda Recipe | રક્ષાબંધન માટે કંદોઈ જેવા દાણેદાર દૂધ પેંડા બનાવાની પરફેક્ટ રેસીપી
દૂધ પેડા રેસીપી રક્ષાબંધન સ્પેશિયલ |રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી મીઠાઈ વગર અધૂરી છે. બજારમાંથી મીઠાઈઓ લાવવાને બદલે આ વર્ષે શા માટે ઘરે જ સ્વાદિષ્ટ અને હેલ્ધી મીઠાઈ બનાવો, અહીં સરળ અને ઝડપથી બની જતી દૂધ પેંડા રેસીપી છે જે તમે રક્ષાબંધન પર બનાવી શકો છો.
રક્ષાબંધન (Raksha Bandhan) એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે.
રક્ષાબંધન ના પવિત્ર તહેવારની ઉજવણી મીઠાઈ વગર અધૂરી છે. બજારમાંથી મીઠાઈઓ લાવવાને બદલે આ વર્ષે શા માટે ઘરે જ સ્વાદિષ્ટ અને હેલ્ધી મીઠાઈ બનાવો, અહીં સરળ અને ઝડપથી બની જતી દૂધ પેંડા રેસીપી છે જે તમે રક્ષાબંધન પર બનાવી શકો છો.
દૂધ પેંડા તમે શ્રાવણ માસના ઉપવાસ માં બિન્દાસ ખાઈ શકો છો કારણ કે એમાં માત્ર ઘી, ખાંડ અને દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. રક્ષાબંધન આ વર્ષે 9 ઓગસ્ટએ આવે છે, દૂધપેંડા એક મીઠાઈ છે જે દૂધ અને સુગરમાંથી બને છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મીઠાઈ છે. અહીં જાણો દૂધપેંડા રેસીપી
દૂધ પેંડા રેસીપી : 1 લિટર ફેટ દૂધ, 1/2 કપ સુગર (સ્વાદ મુજબ), 1 ચમચી ઘીની જરૂર પડે છે. એક જાડી કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધને ઉકાળો અને ધીમા તાપે સતત હલાવતા રહો જેથી તે તળિયે ચોંટી ન જાય.દૂધ ઘટ્ટ થઈને અડધું થાય ત્યાં સુધી ઉકાળો, તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ વધુ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
દૂધ પેંડા રેસીપી : જ્યારે મિશ્રણ કડાઈની કિનારીઓ છોડવા માંડે અને માવો બની જાય ત્યારે ગેસ બંધ કરો તેમાં એલચી પાવડર અને કેસરના તાંતણા ઉમેરી બરાબર મિક્સ કરો. મિશ્રણને ઠંડું થવા દો, હાથ પર થોડું ઘી લગાવી, માવાના નાના ભાગ લો અને પેંડાનો શેપ આપો. તમે ઉપર બદામ અથવા પિસ્તાની કતરણથી સજાવી શકો છો.