હૃદયરોગના દર્દીઓ માટે સ્વસ્થ ચોમાસાનો ડાયટ પ્લાન | ચોમાસામાં ભેજવાળું વાતાવરણ બેક્ટેરિયા અને વાયરસના વિકાસ માટે અનુકૂળ હોય છે, જેના કારણે ચેપનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, આ ઋતુમાં પાચનતંત્ર પણ ધીમું પડી શકે છે, તેથી યોગ્ય ખોરાકની પસંદગી કરવી અનિવાર્ય છે.
Healthy Heart Diet Plan | ચોમાસા (Monsoon) ની ઋતુ તેના સુખદ વાતાવરણ અને ઠંડી હવામાન માટે જાણીતી છે, પરંતુ આ ઋતુમાં હૃદયના દર્દીઓએ પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ભેજવાળું વાતાવરણ બેક્ટેરિયા અને વાયરસના વિકાસ માટે અનુકૂળ હોય છે, જેના કારણે ચેપનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, આ ઋતુમાં પાચનતંત્ર પણ ધીમું પડી શકે છે, તેથી યોગ્ય ખોરાકની પસંદગી કરવી અનિવાર્ય છે.
શું ખાવું જોઈએ? ચોમાસામાં વધુ પાણીવાળા ફળો અને શાકભાજી (જેમ કે ટામેટાં, કાકડી, તરબૂચ) ટાળવા જોઈએ, કારણ કે તે શરીરમાં સોજો વધારી શકે છે. તેના બદલે ઓટ્સ, બ્રાઉન રાઈસ, મકાઈ અને ચણા જેવા ડ્રાય ખોરાકનું સેવન કરી શકાય છે.
શું ખાવું જોઈએ? ચોમાસામાં મળતા મોસમી ફળો પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ક્રેનબેરી, નાસપતી અને ડ્રેગન ફ્રૂટ જેવા ફળોનું સેવન કરી શકાય છે. નાસપતી ખાસ કરીને ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામિન સી, એન્થોકયાનિન અને પ્રોસાયનિડિન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
શું ખાવું જોઈએ? કેળા અને પપૈયા જેવા ફાઈબરથી ભરપૂર ફળો પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે. આખા અનાજ જેમ કે જુવાર, બાજરી, રાગી અને ઘઉંનો લોટ પણ ફાઈબરનો સારો સ્ત્રોત છે.
શું ખાવું જોઈએ? દહીં મધ્યમ માત્રામાં લઈ શકાય છે. જોકે, દૂધ અને મિલ્કશેક જેવી વસ્તુઓ ટાળવી જોઈએ કારણ કે ભેજવાળા વાતાવરણમાં તે ઝડપથી બગડી શકે છે અને પાણીજન્ય બીમારીઓ ફેલાવી શકે છે.
શું ખાવું જોઈએ? લસણ, આમળા, મેથી, મીઠો લીમડો, મોરિંગા અને કોકમ : આ ભારતીય સુપરફૂડ્સ એન્ટીઑકિસડન્ટ, ફાઈબર અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર સુધારવામાં, બળતરા ઘટાડવામાં અને એકંદર કાર્ડિયોવાસ્ક્યુલર સ્વાસ્થ્યને ટેકો આપવામાં મદદ કરે છે.
મહત્વની ટિપ્સ : મર્યાદિત માત્રામાં પ્રોટીનનું સેવન કરવું જોઈએ, આદુ જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે અને પાચનમાં મદદ કરે છે. તે વાયુ અને કફને મટાડનાર તેમજ હૃદય માટે હિતાવહ છે.