Himachal Pradesh Trip : હિમાચલ પ્રદેશમાં છે દુનિયાનું સૌથી ઉંચું ગામ, જન્નત જેવો નજારો જોઇ મંત્રમુગ્ધ થઇ જશો
Hidden Tourist Places Of Himachal Pradesh : હિમાચલ પ્રદેશનું કોમિક ગામ દુનિયાનું સૌથી વધુ ઉંચાઇ પર આવેલું ગામ છે. બરફથી ઢંકાયેલા હિમાયલના પહાડ અને ઉંડી ખીણ, બૌદ્ધ મઠ અને કુદરતી સુંદરતા જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે.
હિમાચલ પ્રદેશના હિડેન પ્રવાસ સ્થળ દિવાળી વેકેશન કે ઉનાળાની રજા ભારતીયો ઠંડા પ્રદેશોમાં ફરવા જવાનું પસંદ કરે છે. ભારતમાં ફરવા માટે એક અદભૂત સ્થળ છે, જે દુનિયાનું સૌથી ઉંચુ ગામ છે. અહીં બફરથી ઠંકાયેલા પહાડ, ઠંડી હવા, અદભૂત કુદરતી સુંદરતા અને નીરવ શાંતિ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. (Photo: Social Media)
દુનિયાનું સૌથી ઉંચુ ગામ હિમાચલ પ્રદેશમાં કોમિક ગામ દુનિયાનું સૌથી ઉંચું ગામ છે, જે દરિયાની સપાટીથી 4,587 મીટર કે 15,050 ફુટની ઉંચાઇ પર હિમાચલના પહાડોમાં આવેલું છે. અહીંની કુદરતી સુંદરતા જોઇ પ્રવાસીઓ સપનાની દુનિયામાં જતા રહ્યા હોય તેવો અનુભવ કરે છે. (Photo: Social Media)
કોમિક ગામ ક્યાં આવેલું ? (Where is Komic Village) દુનિયાનું સૌથી વધુ ઉંચાઇ પર આવેલું કોમિક ગામ હિમાચલ પ્રદેશમાં લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં આવેલું છે. કોમિક ગામ શિમલાથી લગભગ 444 કિમી, કુલ્લુથી 224 કિમી અને રિકાંગ પીઓથી 228 કિમી દૂર છે. (Photo: Social Media)
કોમિક ગામના જોવાલાયક સ્થળ કોમિક ગામ હિમાચલના ખોળામાં વસેલું કુદરતી સુંદરથી ભરપૂર સ્થળ છે. અહીં બરફથી ઢંકાયેલા ઉંચા પહાડ, વાદળી આકાશ અને કાચ જેવા પાણી વાળા તળાવ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. કોમિક ગામની અજવાળી રાત પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિક કરે છે. પ્રવાસીઓ કોમિક ગામને હિમાચલ પ્રદેશનું જન્નત કહે છે. (Photo: Social Media)
લુંડુપ ત્સેમો ગોમ્પા બૌદ્ધ મઠ કોમિક ગામ પોતાની કુદરતી સુંદરતાની સાથે સાથે લુંડુપ ત્સેમો ગોમ્પા બોદ્ધ મઠ માટે પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ બૌદ્ધ મઠનો ઇતિહાસ 500 વર્ષથી પણ વધારે જુનો છે. પહાડની ટોચ પર સ્થિત આ બૌદ્ધ મઠની સુંદરતા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં હિમાચલના પહાડ અને ખીણન આકર્ષક નજારો જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે. (Photo: Social Media)
એડવેન્ચર લવર્સ માટે સ્વર્ગ સમાન કોમિક ગામ એડવેન્ચર લવર્સ માટે સ્વર્ગ સમાન છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ, કેમ્પિંગ, હાઇકિંગ જેવી સાહસિક પ્રવૃતિઓ કરી શકે છે. અહીં રોક ક્લાઇંબની પણ મજા માણી શકાય છે. (Photo: Social Media)
કોમિક ગામ કેવી રીતે પહોંચવું? (How To Reach Komic Village) કોમિક ગામ પહોંચવું સરળ છે. દિલ્હી કાશ્મીર ગેટ, હરિયાણા, પંજાબથી કાર કે બસ મારફતે સ્પીતિ વેલી પહોંચવું, ત્યાંથી રેન્ટ પર કાર કે બાઇક લઇ કોમિક ગામ પહોંચી શકાય છે. ઉપરાંત શિમલાથી પણ બસ મારફતે કોમિક ગામ જઇ શકાય છે.