Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Dhanaulti-trip.jpg)
હિલ સ્ટેશન પર ફરવા જવાનું દરેક વ્યક્તિને ગમે છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં હિલ સ્ટેશન પર ઠંડું હવામાન પ્રવાસીઓને ખેંચી લાવે છે. હિલ સ્ટેશન પર પ્રવાસીઓ ટ્રેકિંગ, કેમ્પિંગ, હાઇકિંગ જેવી ઘણી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ પણ માણે છે. જો તમે પણ આ બધી સાહસિક પ્રવૃત્તિનો એક જ સ્થળ પર આનંદ માણવા માંગો છો તો તમારે હિલ સ્ટેશન પરફેક્ટ સમર ટુર ડેસ્ટિનેશન બની શકે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Dhanaulti-Eco-Park.jpg)
ઉત્તરાખંડમાં આવેલું ધનોલ્ટી હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસ સ્થળ છે. દરિયાની સપાટીથી લગભગ 2200 મીટર ઉંચાઇ પર આવેલું ધનોલ્ટી ભીડથી દૂર એક ઓફબીટ ડેસ્ટિનેશન છે, જ્યાં ચારે બાજુ બફરથી ઢંકાયેલા હિમાલયના પહાડ તેની સુંદરતામાં ચાર ચાંદ ઉમેરે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Dhanaulti-hill-station-tour.jpg)
ધનોલ્ટીની સૌથી મોટી ખાસિયત તેની કુદરતી સુંદરતા છે અને શાંત વાતાવરણ છે. અહીં ટ્રેકિંગ, કેમ્પિંગ, રેપલિંગ અને જંગલ સફારી જેવી એડવેન્ચર એક્ટિવિટીનો એક જ સ્થળે આનંદ માણવી શકાય છે. અહીંનું પ્રખ્યાત ઇકો પાર્ક બે ભાગમાં - એમ્બર અને ધારા વહેંચાયેલું છે, જે 13 હેક્ટરમાં ફેલાયેલું છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Dhanaulti-hill-station.jpg)
ધનોલ્ટીના ઇકો પાર્કમાં ઉંચા ઉંચા દેવદારના ઝાડ જોઇ પ્રવાસીઓ કુદરતના ખોળે હોવાનો અનુભવ કરે છે. પરિવાર, પાર્ટનર અને મિત્રો સાથે ફરવા માટે આ સ્થળ પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Dhanaulti-Sarkunda-Devi-Temple.jpg)
ઉપરાંત સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નજારો જોવાલાયક હોય છે. નજીકમાં સુરકંડા દેવીનું મંદિર પણ મુખ્ય ધાર્મિક સ્થળ છે, જ્યાં ટ્રેકિંગ કરીને પહોંચી શકાય છે. અહીનું ઇકો પાર્ક પણ જોવાલાયક છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Dhanaulti-tour-plan.jpg)
આમ તો ધનોલ્ટી આખા વર્ષ દરમિયાન ફરવા લાયક સ્થળ છે, પરંતુ અહીંનું વાસ્તવિક કુદરતી સૌંદર્ય જોવા માટે એપ્રિલ થી ઓક્ટોબર સુધીનો સમયગાળો યોગ્ય હોય છે. ઉનાળાની ગરમીમાં પણ વાતાવરણ ઠંડુ અને સુખદ હોય છે. શિયાળામાં હિમવર્ષા બાદ આ સ્થળ સ્વિત્ઝરલૅન્ડ બની જાય છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us