Hill Station: હિમાચલ પ્રદેશનું જન્નત કરતા સુંદર શોગી હિલ સ્ટેશન, ફળોની નગરી તરીકે પ્રખ્યાત
Shoghi Hill Station: હિમાચલ પ્રદેશનું શોગી હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમીઓનું મનપસંદ સ્થળ છે. ફળોની નગરી તરીકે પ્રખ્યાત શોગી હિલ સ્ટેશનપર શિયાળામાં હિમ વર્ષા જોવા મળે છે.
Shoghi Hill Station : શોગી હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશમાં ઘણા હિલ સ્ટેશન છે, જ્યાં પ્રવાસીઓ ઉનાળાની ગરમીથી બચવા ફરવા જાય છે. ઉત્તરાખંડમાં પણ એક ચઢિયાતા એક હિલ સ્ટેશન છે. શિમલા કુલુ મનાલી સૌથી વધુ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અમુક ઓછા જાણીતા હિલ સ્ટેશન છે જે ઘણા સુંદર અને આકર્ષક છે. અહીં દિલ્હીથી 4 કલાકના અંતરે આવેલા એક સુંદર હિલ સ્ટેશન જાણકારી આપી છે. (Photo: Social Media)
શોગી હિલ સ્ટેશન પર જોવાલાયક સ્થળ હિમાચલ પ્રદેશનું શોગી હિલ સ્ટેશન ઓછુ જાણીતું પણ આકર્ષક હિલ સ્ટેશન છે. દિલ્હીથી શોગી હિલ સ્ટેશન 4 કલાકના અંતરે આવેલું છે. શોગી હિલ સ્ટેશનને સિટી ઓફ ટેમ્પલ પણ કહેવાય છે. અહીં 250 વર્ષ જૂનું તારા દેવી મંદિર આવેલું છે. ઉપરાંત શોઘીમાં હનુમાન મંદિર, જાખૂ હિલ, કાલી માતા મંદિર, કંડાઘાટ જેવા ઘણા પૌરાણિક મંદિરો દર્શનીય છે. (Photo: Social Media)
શોગી હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમીઓનું મનપસંદ સ્થળ શોગી હિલ સ્ટેશન પર ગ્લેન વનમાં ધુમ્મુસભર્યા પહાડોથી ઘરેયાલું ચેડવિક વોટર ફોલ્સ છે, જ્યાં સ્વર્ગ જેવો નજારો જોવા મળે છે. આ વોટર ફોલ્સની સુંદરતા પ્રવાસીઓને વારંવાર અહીં ખેંચી લાવે છે. શોગી ફરવા જાવ તો ગિલ્બર્ટ ટ્રેલનો પ્રવાસ કરવાનું ભૂલો નહીં. તે પ્રકૃતિ પ્રેમીઓનું મનપસંદ સ્થળ છે. જ્યાં કુદરતીનો કરિશ્મા જોવા મળી શકે છે. (Photo: Social Media)
ફળોની નગરી એટલે શોગી હિલ સ્ટેશન ખાસ વાત એ છે કે, શોગી હિલ સ્ટેશન જોવાલાયક સ્થળોની સાથે સાથે ખેતી અને બગીચા માટે પણ પ્રખ્યાત છે. શોઘીમાં ઘણા પ્રકારના ફળો ઉગાડવામાં આવે છે. તાજા ફળોનો રસ અહીં પીવાની પ્રવાસીઓને મજા પડે છે. તમે શોગીમાં ફળોના બગીચામાં ફરવા જઇ શકો છો. આખા વર્ષ દરમિયાન શોગી હિલ સ્ટેશન પર વાતાવરણ મજેદાર રહે છે. નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અહીં હિમ વર્ષાનો આનંદ માણવ મળે છે. (Photo: Social Media)