Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/jibhi-himachal-pradesh.jpg)
ભારતીયો પ્રવાસ પ્રેમી છે. મોટાભાગના ભારતીયોને વિદેશ ફરવા જવાની ઇચ્છા હોય છે, પરંતુ બજેટ અને સમયના અભાવે ફોરેન ટુર પર જઇ શકતા નથી. જો કે આવા લોકોને નિરાશ થવાની જરૂરી નથી. ભારતમાં ઘણા સ્થળો એવા છે જ્યાં તમને એકદમ વિદેશમાં ફરતા હોય તેવો અનુભવ થશે. ભારતમાં મિની સ્વિત્ઝરલેન્ડ જેમ મિની થાઇલેન્ડ પણ છે. અહીં વિદેશ પ્રવાસ પાછળ વધારે ખર્ચ કરવાના બદલે ઓછા બજેટમાં ભારતની અંદર જ થાઇલેન્ડ ફરવાની મજા માણી શકાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Jibhi-Hill-Station-1.jpg)
ભારતનું મિની થાઇલેન્ડ કહેવાતા આ સ્થળનું નામ છે જીબી હિલ સ્ટેશન. હિમાચલ પ્રદેશની શાંત ખીણોમાં સ્થિત, જીભી એક છુપાયેલું સ્થળ છે જે અઢળક પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે શાંતિ અને સુખદ અનુભવ આપે છે. બંજાર ખીણમાં સ્થિત, જીભી હિલ સ્ટેશન તેના આકર્ષક દૃશ્યો, હરિયાળી અને શાંત વાતાવરણ માટે જાણીતી છે. અહીં ફરવાનું એક મુખ્ય કારણ અદભુત કુદરતી સુંદરતા અને શાંત વાતાવરણ છે, જે મુલાકાતીઓને પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાની સંપૂર્ણ તક પૂરી પાડે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Jibhi-hill-station-places-to-visit.jpg)
હિમાચલ પ્રદેશના જીભી હિલ સ્ટેશનને મિની થાઇલેન્ડ કહેવાય છે. હિમાચલ પ્રદેશની જુની દુનિયાના એક ભાગ તરીકે આ જીબીને જોવામાં આવે છે. લાકડાની ઝુપડી, સીડી આકારના ઢોળાવવાળા ખેતર, ધુમ્મસ ભરેલી સવાર આ ગામને એક ફરવા લાયક બનાવે છે. આ સ્થળને ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક (યુનિેસ્કો વર્લ્ડ હેરિટેજ)નો હિસ્સો છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/jibhi-waterfall.jpg)
જીબી હિલ સ્ટેશન પર ઘણા જોવાલાયક સ્થળો છે. જેમા જીભી વોટરફોલ, જાલોરી પાસ, શ્રૃંગ ઋષિ મંદિર, સેરોલસર તળાવ, રાઘવપુર કિલ્લો સૌથી પ્રખ્યાત જોવાલાયક સ્થળો છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ અને કેમ્પિંગની મજા માણી શકે છે. કુદરતી સુંદરતાથી ભરપૂર આ સ્થળ એક્સપ્લોર કરવા યોગ્ય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Jibhi-tour-plan.jpg)
જીભી હિલ સ્ટેશનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઉનાળાના સીઝન દરમિયાન માર્ચ થી જૂન સુધી હોય છે. આ સમયગાળા દરમિયાન અહીંનું હવામાન સુખદ હોય છે અને આઉટડોર પ્રવૃત્તિઓનો આનંદ માણી શકાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/jibhi-village-tour.jpg)
જીબી હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશમાં આવેલું છે. જીબી હિલ સ્ટેશન દિલ્હીથી 459 કિમી અને મનાલી થી 110 કિમી દૂર છે. આથી મનાલીથી ખાનગી બસ કે વાહનમાં જીબી આવી શકાય છે. નજીકનું વિમાનમથક ભુંતર એરપોર્ટ જીબીથી 70 કિમી દૂર છે. શિમલાથી જીબી 150 કિમી દૂર છે. બસથી આવી રહ્યા છો તો તમારે પહેલા ઓટ (AUT) ઉતરવું પડશે અને ત્યાંથી જીબી આવવા સ્થાનિક બસ મળશે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us