Hill Station: ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ, કૈલાશ પર્વત અને કુદરતી નજારો જોઇ પ્રવાસીઓ થાય છે રોમાંચિત
India's Mini Switzerland Khajjiar Hill Station: હિમાચલ પ્રદેશનું ખજ્જિયાર ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે. ઠંડા પવન, લીલાછમ મેદાન, કૈલાશ પર્વતનો નજારો અને પેરાગ્સાઇડની મજા પ્રવાસીઓને ભરપૂર આનંદ આપે છે.
ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ હિમાચલ પ્રદેશમાં ઘણા હિલ સ્ટેશન છે અને દરેકની આગવી સુંદરતા ખાસિયત છે. હિમાચલ પ્રદેશમાં એક સુંદર હિલ સ્ટેશન છે જેને ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ ઉનાળાની ગરમી હોય કે શિયાયાની હિમવર્ષા ફરવા માટે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. આ સ્થળનું નામ છે ખજ્જિયાર (Photo: Social Media)
ખજ્જિયાર હિલ સ્ટેશન ખજ્જિયાર હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલું છે. દરિયાની સપાટીથી 1920 મીટર ઉંચાઇ પર આવેલું ખજ્જિયાર લીલાછમ ઘાસના મેદાન અને વાદળી પાણીના તળાવના લીધે વધુ પ્રખ્યાત છે. આસપાસના જંગલો માંથી આવતી ઠંડી હવાના પ્રવાસીઓને રોમાંચક અનુભવ આવે છે. (Photo: Social Media)
ખજ્જિયાર કુદરતી સૌંદર્યથી ભરપૂર ડેલહાઉસી આવતા પ્રવાસીઓ ખજ્જિયારની કુદરતી સુંદરતાનો નજારો જોવા અચૂક આવે છે. ખજ્જિયાર ફરવા આવતા પ્રવાસીઓ અહીં મનોરંજક પ્રવૃત્તિઓ સાથે એડવેન્ચર એક્ટિવિટીનો ભરપૂર આનંદ માણે છે. ખજ્જિયારમાં શિયાળામાં ભરપૂર હિમવર્ષા થાય છે. પ્રવાસીઓ ફેબ્રુઆરી સુધી બરફ જોઇ શકે છે. (Photo: Social Media)
ખજ્જિયારમાં પેરાગ્લાઈડિંગ મજા ખજ્જિયારમાં પ્રવાસીઓ પેરાગ્લાઈડિંગ, ઘોડા સુવારી, રોલિંગ બોલ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણે છે. ઉપરાંત સ્થાનિક લોક સંસ્કૃતિ અને સંગીતનો આનંદ માણવા લાયક હોય છે. (Photo: Social Media)
ખજ્જિયારનું કલાતોપ અભ્યારણ ખજ્જિયારનું કલાતોપ વન્યજીવ અભ્યારણ પણ પ્રખ્યાત છે. ખજ્જિયાર નજીક જ ભગવાન શંકરની એક દિવ્ય પ્રતિમા છે, જેની ઉંચાઇ 85 ફુટ છે. અહીં ડેલહાઉસી 24 કિમી દૂર છે, જ્યાં પણ તમે ફરવા જઇ શકો છો. (Photo: Social Media)
ખજ્જિયાર નાગ મંદિર ખજ્જિયારનું નાગ મંદિર દર્શનિય સ્થળ છે. એવું કહેવાય છે કે, ખજ્જી નાગ મંદિરના નામ પર જ આ સ્થળનું નામ ખજ્જિયાર પડ્યું છે. આ મંદિર ઘણું પ્રાચીન છે. 10મી સદીમાં નાગ મંદિરનું નિર્માણ થયું હતું. અહીંથી કૈલાશ પર્વતનો નજારો પણ માણવા મળે છે. (Photo: Social Media)
ખજ્જિયાર કેવી રીતે પહોંચવું? ખજ્જિયારમાં સૌથી નજીકનું એરપોર્ટ ગગ્ગલ એરપોર્ટ છે, જે ધર્મશાળામાં આવેલું છે. અહીથી ખજ્જિયાર 122 કિમી દૂર છે. અહીં આવવા ચંડીગઢ, દિલ્હી અને કુલ્લુથી ફ્લાઇટ મળે છે. ખજ્જિયારનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન પઠાનકોટ છે, જે 118 કિમી દૂર છે. દિલ્હી, અમદાવાદ, ભટિંડા, હટિયા, જમ્મુ અને ઉધમપુરથી પઠાનકોટ માટે દરરોજ ટ્રેન આવે છે. ખજ્જિયાર હિમાચલ પ્રદેશના મોટાભાગના શહેરોથી રોડ માર્ગે જોડાયેલું છે. (Photo: Social Media)