શિમલા મનાલી નહીં હિમાચલ પ્રદેશમાં અહીં છે જન્નત, વિદેશી પ્રવાસીઓ પણ તરસે છે
Himachal Pradesh Sainj Valley Tour: શિમલા મનાલી થી પણ સુંદર ઘણા હિલ સ્ટેશન છે જ્યાં જવા વિદશી પ્રવાસીઓ પણ તરસે છે. અહીં હિમાચલ પ્રદેશના આવા જ એક પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ વિશે જાણકારી આપી છે. અહીં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જઇ મંત્રમુગ્ધ થઇ જાય છે.
હિમાચલ પ્રદેશના હિડન હિલ સ્ટેશન હિલ સ્ટેશનનું નામ પડે એટલે મોટાભાગના ભારતીયોને શિમલા કુલુ મનાલી કે માથેરાન અને કુર્ગ યાદ આવે છે. જો કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરા પ્રદેશમાં ઘણા સિક્રેટ હિલ સ્ટેશન છે જે કુદરતી સૌંદર્યના મામલે શિમલા મનાલીથી જરાય કમ નથી. આ હિલ સ્ટેશન પર ફરવા વિદેશી પ્રવાસીઓ પણ તરસે છે. ઉનાળાની ગરમીમાં આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે. હકીકતમાં આ એક સુંદર ખીણ છે, જેની સુદરતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી મૂકી છે. (Photo: Social Media)
સૈંજ વેલી હિમાચલ પ્રદેશના આ હિડન પ્રવાસ સ્થળનું નામ છે સૈંજ વેલી. આ ખીણ હરિયાળી અને વિશાળ ઘાસના મેદાન વચ્ચે આવેલી છે. સૈંજ ખીણ કુલ્લુથી 46 કિમી દૂર આવેલીછે. આ વેલીનું અદભુત કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી મૂકી છે. (Photo: Social Media)
સૈંજ વેલી પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન સૈંજ ખીણાં પ્રવાસીઓ કલાકો સુધી બેસી શાંત વાતાવરણમાં નિરાંતની ક્ષણોનો આનંદ માણે છે. આ સ્થળ નેચર ફોટોગ્રાફી માટે પણ પ્રખ્યાત છે. કુદરતના ખોળે આવેલી સૈંજ ખીણ શિમલા અને મનાલી કરતા પણ સુંદર છે. અહીંનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને સૈંજ વેલી ખેંચી લાવે છે. આ ખીણ માત્ર હરિયાળી નહીં, ઉંચા પહાડ, ઝરણાં અને લીલાછમ ઘાસના મેદાન જોવાની મજા પડે છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો સૈંજ વેલીની મુલાકાત લેવી જ જોઇએ. (Photo: Social Media)
સૈંજ વેલી પર ટ્રેકિંગ અને નેચર વોક કરવાનો આનંદ સૈંજ વેલી જતી વખતે રસ્તામાં ઘણા નાના નાના ગામ આવશે, જે તમારા પ્રવાસને વધુ મનોરંજક બનાવે છે. આ વેલીના કુદરતી સૌંદર્યનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સૈંજ વેલી ફરવા માટે જુલાઇથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો શ્રેષ્ઠ હોય છે. પ્રવાસીઓ અહીં ટ્રેકિંગ, નેચર વોકનો પણ આનંદ માણે છે. (Photo: Social Media)