Holi travel tips : ભારતમાં હોળી ઉજવવા માટે શ્રેષ્ઠ સ્થાનો, યાદગાર બની જશે પ્રવાસ
holi travel destination : આ વર્ષે આ તહેવાર 14 માર્ચે ઉજવવામાં આવશે. આ ખાસ પ્રસંગને માત્ર થોડા જ દિવસો બાકી છે, લોકો પહેલેથી જ મજા માણવા માટે શ્રેષ્ઠ સ્થાનો શોધવા લાગ્યા છે.
Holi travel destination : રંગોનો તહેવાર હોળી નજીકમાં જ છે. આ વર્ષે આ તહેવાર 14 માર્ચે ઉજવવામાં આવશે. આ ખાસ પ્રસંગને માત્ર થોડા જ દિવસો બાકી છે, લોકો પહેલેથી જ મજા માણવા માટે શ્રેષ્ઠ સ્થાનો શોધવા લાગ્યા છે. જો તમે પણ હોળી ઉજવવાનું વિચારી રહ્યા છો, પરંતુ હોળીની ઉજવણી ક્યાં કરવી તે અંગે મૂંઝવણમાં છો, તો ચિંતા કરશો નહીં, અમે તમારી મદદ કરવા માટે અહીં છીએ. આવો અમે તમને જણાવીએ કે આ સ્થળોએ કેવી રીતે પહોંચવું. (photo-freepik)
ડાકોરઃ ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટે છે. અહીં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. જે ગુજરાત સહિત દેશમાં પણ પ્રસિદ્ધ છે. અહીં લોકો દૂર દૂરથી હોળી ઉજવવા માટે આવે છે. (photo-wikipedia)
દ્વારકા : દ્વારકી નગરીનો નાથ દ્વારકાધીશ અહીં બિરાજમાન છે. હોળીના દિવસે લાખો ભક્તો દ્વારકા પહોંચે છે. દ્વારકાની હોળી જગવિખ્યાત છે. ભક્તો રંગમાં રંગાવવા માટે આતૂર હોય છે. અહીં હોળીની ઉજવણી અનોખી રીતે થાય છે. (photo-wikipedia)
વૃંદાવન : વૃંદાવનને ભગવાન કૃષ્ણનું પવિત્ર જન્મસ્થળ માનવામાં આવે છે. હોળીની ઉજવણી માટે તે સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. આ શહેર હોળીનો અંતિમ અનુભવ પ્રદાન કરે છે કારણ કે તમે લોકોને શેરીઓમાં નાચતા અને ભક્તિ ગીતો એકસાથે ગાતા જોશો.(photo-wikipedia)
વારાણસી : વારાણસી તેના ઘાટ અને ગંગા આરતી માટે વધુ પ્રખ્યાત છે, પરંતુ હોળીનો અનુભવ પણ અનોખો છે. સૌથી રોમાંચક ઉજવણી ગંગાના કિનારે ઘાટો પર થાય છે, જ્યાં વિશ્વભરના લોકો એક સાથે આવે છે અને દિવસનો આનંદ માણે છે.(photo-wikipedia)
પુષ્કર : રાજસ્થાન રાજ્યમાં આવેલું પુષ્કર માત્ર તેના આકર્ષક તળાવના નજારા અને ઊંટ મેળા માટે જ નહીં પરંતુ તેની અનોખી હોળી પ્રસંગ માટે પણ પ્રખ્યાત છે. હોળીની મજા, શેરીઓમાં હોળીના રંગો અને બીજું ઘણું બધું જોવા માટે મોટી સંખ્યામાં લોકો આ સ્થળની મુલાકાત લે છે.(photo-wikipedia)