Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/natural-hair-dye-tips-2.jpg)
આજકાલ મોટોભાગના લોકો નાની ઉંમરેઆ વાળ સફેદ થવાની સમસ્યાથી પરેશાન છે. આ સફેદ વાળ વ્યક્તિની પર્સનાલિટી ઘટાડે છે. સામાન્ય રીતે નબળી જીવનશૈલી, તણાવ, પ્રદૂષણ અને પોષણના અભાવને કારણે વાળ સફેદ હોય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/pomegranate-peel.jpg)
ઘણા લોકો સફેદ વાળ કાળા કરવા માટે અનેક ઉપાય કરે છે. ઘણા લોકો બજારમાંથી હેર ઓઇલ, હેર ડાય અને હેર કલર જેવા મોંઘા હેર પ્રોડક્ટ્સ ખરીદે છે અને તેનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે તમે માત્ર દાડમની છાલથી ઘરે તમારા વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો? આ લેખમાં અમે તમને સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવાની રીતો વિશે જણાવીશું. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/natural-hair-dye.jpg)
દાડમની છાલ માંથી નેચરલ હેર ડાય બનાવવા માટે માટે સૌ પ્રથમ એક કપ દાડમની છાલ લો. હવે ગેસ ચાલુ કરી એક પેન પર દાડમની છાલ સાધારણ કાળી થાય ત્યાં સુધી શેકો. હવે તેમા કલોંજીના દાણા ઉમેરી બે મિનિટ સુધી શેકી લો. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/hair-dye.jpg)
શેકેલી દાડમની છાલ અને કલૌંજી બંને મિક્સર જારમાં બારીક પાવડર બનાવી લો. હવે આ પાઉડર એક બાઉલમાં કાઢી લો. હવે તેમા એક ચમચી આમળા પાવડર અને એક નાનો કપ સરસવનું તેલ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. તમારી નેચરલ હેર ડાય તૈયાર છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/hair-care-tips.jpg)
ઘરે બનાવેલી નેચરલ હેર ડાય વાળમાં લગાવ્યા બાદ એક કલાક સુધી રહેવા દો. હેર ડાય સુકાયા બાદ વાળને ઠંડા પાણી વડે ધોઇ લો. એક વાતનું ધ્યાન રાખો હેર ડાય કર્યા બાદ વાળ શેમ્પૂથી ધોવા જોઇએ નહીં. તેનાથી હેર ડાયનો કલર ઉતરી શકે છે. આ રીતે તમારા વાળ કુદરતી રીતે કાળ કરી શકાય છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us