Best Honeymoon Places: હનીમૂન માટે ભારતના 5 બેસ્ટ હિલ સ્ટેશન, આ રોમાન્સ રહેશે જીવનભર યાદ
Best Honeymoon Places In india In Summer: હનીમૂન કપલ માટે જીવનભરનો યાદગાર પ્રવાસ રહે છે. ઉનાળામાં ગરમીમાં આ હિલ સ્ટેશન પર માણેલો રોમાન્સ કપલ માટે અવિસ્મરણીય પ્રવાસ બની રહે છે.
ભારતમાં હનીમૂન માટે શ્રેષ્ઠ સ્થળ હનીમૂન દરેક કપલ માટે જીવનભરનો યાદગાર પ્રવાસ હોય છે. યુવક હોય કે યુવતી લગ્ન બાદ હનીમૂન માટે સુંદર અને રોમેન્ટિક સ્થળ પર જવાની ઇચ્છા રાખે છે. ઘણા કપલ દેશની અંદર તો અમુકને વિદેશમાં હનીમૂન પર જવાનો પ્લાન બનાવે છે. બજેટ અનુસાર કપલ હનીમૂન પર જાય છે. (Image - Social Media)
જો તમે પર હનીમૂન પર જવાનો પ્લાન બનાવ રહ્યા છે તો ભારતની અંદર આવેલા આ 5 સુંદર સ્થળ બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન બની શકે છે. અહીં ભારતના ટોપ 5 હનીમૂન ડેસ્ટિનેશન વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. (Image - Social Media)
મનાલી, હિમાચલ પ્રદેશ (Manali, Himachal Pradesh) મનાલી હિમાચલ પ્રદેશનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. બરફથી ઢંકાયેલા પર્વત વચ્ચે આવેલું મનાલી કુદરતી સૌદર્યથી ભરપૂર રોમેન્ટિક કપલ માટે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન છે. ખળખળ વહેતી બિયાસ નદીના કિનારે ટહેલવાનો આનંદ, લીલાછમ પર્વત અને ઉંડી ખીણ તન અને મનને રોમાંચિત કરે છે. તો પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ તમારી રોમેન્ટિક હનીમૂનને વધારે રોમાંચિત બનાવશે. પર્વતોના આહલાદક દ્રશ્યો માટે સોલાંગ વેલી અને રોહતાંગ પાસની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. ભરપૂર મનોરંજન અને રોમાન્સ સાથે મનાલીમાં હનીમૂન કપલને જીવનભર યાદ રહેશે. (Image - Social Media)
મુન્નાર, કેરળ (Munnar, Kerala) મુન્નાર કપલ માટે હનીમૂન માટે લોકપ્રિય સ્થળ છે. દક્ષિણ ભારતનું સ્વર્ગ ગણાતા મન્નુરમાં સુંદર ઉંચા પહાડો અને ચાના બગીચામાં કપલને રોમાન્સ માણવાની મજા પડે છે. મુન્નારના લોકપ્રિય ફરવાલાયક સ્થળોમાં મટ્ટુપેટ્ટી ડેમ, એરાવિકુલમ નેશનલ પાર્ક, અટ્ટુકદ વોટરફોલ્સ, ટાટા ટી મ્યુઝિયમ, ડ્રીમ લેન્ડ ફન એન્ડ એડવેન્ચર, ફોટો પોઇન્ટ, ચિન્નાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, કુંડલા ડેમ તળાવમાં બોટિંગ છે. કપલ માટે અહીં રોક ક્લાઇમ્બિંગ, પેરાગ્લાઇડિંગ કરવું રોમાંચક અનુભવ બની રહે છે. (Image - Social Media)
આંદામાન અને નિકોબાર ટાપુઓ (Andaman and Nicobar Islands) હનીમૂન માટે આંદામાન અને નિકોબાર ટાપુઓ જવાનો કપલમાં ક્રેઝ વધી રહ્યો છે. સુંદર દરિયા વચ્ચે હનીમૂન માણવા લાયક હોય છે. હેવલોક આઈલેન્ડના શાંત દરિયા કિનારે આરામ, નરમ રેતી પર પાર્ટનર સાથે હાથમાં હાથ મીલાવી ચાલવું, સ્વચ્છ વાદળી પાણીમાં સ્વિમિંગ, નીલ આઈલેન્ડ પર સ્નોર્કલિંગ અને સ્કુબા ડાઇવિંગ જેવી એક્ટિવિટી જીવનભર યાદગાર બની રહે છે. મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્કમાં દરિયાઇ જીવનો નજારો જોવા મળશે. દિવસના અંતે ક્રૂઝ પરથી રોમેન્ટિક સનસેટ, નારંગી અને ગુલાબી રંગમાં રંગાયેલા સુંદર આકાશનો નજારો, ત્યારબાદ દરિયા કિનારે કેન્ડલ લાઇટ ડિનર કપલ માટે હનીમૂનની અવિસ્મરણીય ક્ષણ બની રહે છે. (Image - Social Media)