સાબુદાણા કેવી રીતે બને છે? ખાવાથી શરીરને કયા-કયા ફાયદા થાય છે, જાણો
sabudana benefits : નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન સાબુદાણાની ઘણી વાનગીઓ ખાવામાં આવે છે. પરંતું તમે જાણો છો સાબુદાણા કઇ વસ્તુમાંથી બને છે અને તે ક્યાં સૌથી વધુ ઉગાડવામાં આવે છે? અને તેના શું-શું ફાયદા છે? આવો જાણીએ
sabudana benefits : નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન સાબુદાણાની ઘણી વાનગીઓ ખાવામાં આવે છે. તેમાંથી ખીચડી, ટિક્કી, પકોડા અને ખીર બનાવવામાં આવે છે અને ઉપવાસ દરમિયાન તેનું સેવન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાબુદાણા કઇ વસ્તુમાંથી બને છે અને તે ક્યાં સૌથી વધુ ઉગાડવામાં આવે છે? અને તેના શું-શું ફાયદા છે? આવો જાણીએ. (Photo: Indian Express)
સાબુદાણાના છોડનું નામ : ટેપિઓકા (Tapioca) નામનો એક છોડ હોય છે, જેના મૂળમાંથી જે ફસલ લાગે છે તેમાંથી સાબુદાણા બનાવવામાં આવે છે. તે બિલકુલ શક્કરિયા જેવા દેખાય છે. બ્રાઝિલ, અમેરિકા અને એશિયા સહિત વિશ્વના ઘણા દેશોમાં સાબુદાણાનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. યુરોપના કેટલાક ભાગોમાં તેને કસાવા તરીકે ઓળખવામાં આવે છે. તેને વિશ્વમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે. (Photo: Pexels)
તે કેવી રીતે બને છે? : જ્યારે ટેપિઓકાનો પાક તૈયાર થાય છે ત્યારે ઉપરનો ભાગ કાપીને અલગ કરી નાખવામાં આવે છે અને મૂળને સારી રીતે સાફ કરવામાં આવે છે. પછી મૂળને પીસવામાં આવે છે અને તેમાંથી સફેદ સ્ટાર્ચ નીકળે છે જે દેખાવમાં દૂધ જેવું લાગે છે. ત્યારબાદ સ્ટાર્ચને રિફાઇન્ડ કરવામાં આવે છે અને ગરમ કરવામાં આવે છે. પછી મશીનથી દાણાદાર આકાર આપવામાં આવે છે, જેમાંથી સાબુદાણા બને છે. (Photo: Pexels)
ભારતમાં સાબુદાણાની ખેતી ક્યાં થાય છે? : ભારતમાં કેરળમાં સાબુદાણાની ખેતી સૌથી વધુ થાય છે. આ સિવાય તમિલનાડુમાં પણ તેની ખેતી થાય છે. મલયાલમમાં, તેને કપ્પા કહેવામાં આવે છે. (Photo: Amazon India)
ભારતમાં કેવી રીતે પહોંચ્યા? : વર્ષ 1880-85ની વચ્ચે ત્રાવણકોરમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, જેના કારણે ત્યાં ખાવા-પીવાની અછત સર્જાઈ હતી. ત્રાવણકોરના તત્કાલીન મહારાજા વિશાખમ થિરુનલ રામા વર્માએ તેમના સલાહકારોને વૈકલ્પિક ખાદ્ય પદાર્થોની વ્યવસ્થા કરવા કહ્યું હતું. સાબુદાણાને ચોખાના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને તે પછીથી સમગ્ર ભારતમાં લોકપ્રિય બન્યા હતા. કેરળમાં સાબુદાણાનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. કેરળના લોકો નાસ્તા અને બપોરના ભોજનમાં વિવિધ પ્રકારની સાબુદાણાની વસ્તુઓ ખાય છે.(Photo: Indian Express)
સાબુદાણાના ફાયદા : સાબુદાણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોવાનું કહેવાય છે. તેમાં સારી માત્રામાં ફાઇબર, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. (Photo: Amazon India)
આયરન : સાબુદાણામાં સારી માત્રામાં આયર્ન હોય છે, જે લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. તે લોહીની ઉણપથી થનાર બીમારી એનિમિયામાં રાહત આપી શકે છે. (Photo: Freepik)
હાડકાં માટે : કેલ્શિયમ, આયર્ન અને વિટામિન K હાડકાં માટે અત્યંત ફાયદાકારક હોય છે અને આ બધા ગુણ સાબુદાણામાં સારી માત્રામાં જોવા મળે છે. તેથી તે હાડકાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. (Photo: Freepik)