Winter Skincare Tips : શિયાળામાં ઊની કપડાં પહેરવાથી ત્વચાની એલર્જી થાય છે? તો સ્કિનના પ્રોટેશન માટે આ ટિપ્સ અપનાવો
Winter Skincare Tips : ઊની કપડાં (woolen clothes) ત્વચાને સુરક્ષિત કરે છે અને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. પરંતુ ઘણા લોકોને શિયાળા (Winter) માં ઊનના કપડાંને કારણે ત્વચાની એલર્જી (skin allergy) થાય છે.
શિયાળાની શરૂઆત થતાં જ મોટાભાગના લોકો ઉનની શાલ, સ્વેટરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. ઠંડા વાતાવરણમાં, ઊની કપડાં ત્વચાને સુરક્ષિત કરે છે અને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
પરંતુ ઘણા લોકોને શિયાળામાં ઊનના કપડાંને કારણે ત્વચાની એલર્જી થાય છે. આને કારણે ત્વચાની સમસ્યાઓ જેવી કે લાલાશ, સોજો, નાક બંધ થઈ જવું, સ્કિનની છાલ નીકળી અને ફોલ્લીઓ અનુભવાય છે.
આ સમસ્યા ક્યારેક હાથ અને પગ પર વધુ જોવા મળે છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ડ્રાય સ્કિનને કારણે આ સમસ્યા અનુભવાય છે, પરંતુ અહીં આપણે એ જાણીશું કે જો ઊનના કપડાને કારણે ત્વચાને એલર્જી થાય તો શું કરી શકાય.
વૂલન કપડાંથી એલર્જી શિયાળામાં વૂલન કપડાં સાથે સીધો સંપર્ક એલર્જી પેદા કરી શકે છે. આ ઈટકૅરીયાનું જોખમ વધારે છે. આ સમસ્યામાં ત્વચાની લાલાશ, બળતરા, ખાસ સ્રાવની સમસ્યા પણ અનુભવાય છે. આ કારણે કેટલાકને નાક અને આંખોમાં પાણી આવી જાય છે.
કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરવો વૂલન કપડાંના ઘણા પ્રકાર છે. આવા કિસ્સાઓમાં તમારે સોફ્ટ કપડાં ખરીદવા જોઈએ. તેમજ વૂલન કપડા પહેરતા પહેલા ત્વચા પર કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરો.
ઓલિવ ઓઈલથી માલિશ કરો દરરોજ ઓલિવ ઓઈલથી તમારી ત્વચાની માલિશ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. આ રીતે તમે દરરોજ વૂલન કપડા પહેરશો તો પણ કોઈ સમસ્યા નહીં થાય.વિટામિન ઈ ધરાવતી નાઈટ ક્રીમ વડે તમારા ચહેરા અને શરીરને મોઈશ્ચરાઈઝ કરો.
ભીની ત્વચા પર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. શુષ્ક ત્વચા માટે, તમે ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરી શકો છો અને તેને મોઇશ્ચરાઇઝર તરીકે લગાવી શકો છો.