kl rahul hundred : કેએલ રાહુલે શનિવારે ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકારીને એક ખાસ સિદ્ધિ મેળવી છે. તે ભારત તરફથી લોર્ડ્ઝમાં એકથી વધુ સદી ફટકારનારો બીજો ખેલાડી બન્યો છે. તેના સિવાય ફક્ત'કર્નલ' દિલીપ વેંગસરકરે આવી સિધ્ધી મેળવી છે. (તસવીર - BCCI)
લોર્ડ્ઝમાં વેંગસરકરની 3 સદી છે. આ ઐતિહાસિક મેદાન પર સદી ફટકારનાર ઓનર બોર્ડ પર તે સૌથી વધુ વખત નામ અંકિત કરાવનાર વિદેશી ખેલાડી છે. એટલે કે તે આ સ્ટેડિયમમાં સૌથી વધુ સદી ફટકારનાર વિદેશી ખેલાડી છે.(તસવીર - BCCI)
આ પહેલા કેએલ રાહુલે 2021માં લોર્ડ્સમાં સદી ફટકારી હતી. ભારતીય ટીમે તે મેચમાં જીત મેળવી હતી. રાહુલ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 177 બોલમાં 13 ફોર સાથે 100 રન બનાવી આઉટ થયો હતો. (તસવીર - BCCI)
તેંડુલકર-એન્ડરસન ટેસ્ટ શ્રેણીમાં રાહુલની આ બીજી સદી છે. આ અગાઉ તેણે લીડ્ઝમાં બીજી ઈનિંગમાં 137 રન ફટકાર્યા હતા. તેણે બર્મિંઘમ ટેસ્ટની બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી.(તસવીર - BCCI)
કેએલ રાહુલની ટેસ્ટ કારકિર્દીની આ 10મી સદી હતી. આમાંથી 5 સદી ઇંગ્લેન્ડ સામે ફટકારી છે. ઇંગ્લેન્ડમાં 4 સદી ફટકારી છે. રાહુલે ભારતમાં માત્ર 1 સદી ફટકારી છે. તેણે તે સદી 2016માં ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી. તેણે ચેન્નાઇમાં 199 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને કેરેબિયન ધરતી પર 1-1 સદી ફટકારી છે. તેણે દક્ષિણ આફ્રિકામાં 2 સદી ફટકારી છે.(તસવીર - BCCI)