Ind vs Eng 5th Test, Yashasvi Jaiswal record : ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટમાં ભારતની બીજી ઈનિંગમાં ઓપનર યશસ્વી જયસ્વાલે શનિવારે લંડનના ઓવલ સ્ટેડિયમમાં શાનદાર સદી ફટકારી હતી. જયસ્વાલની સદીની મદદથી ભારત મજબૂત સ્થિતિમાં છે. 23 વર્ષીય ખેલાડીએ પાંચ ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણીમાં પોતાની બીજી સદી ફટકારી હતી. આ પહેલા તેણે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
યશસ્વી જયસ્વાલ ઓવલ સ્ટેડિયમમાં સદી ફટકારનારો ભારતનો 7મો ઓપનર બન્યો છે. જયસ્વાલ પહેલા વિજય મર્ચન્ટ, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, રાહુલ દ્રવિડ, કેએલ રાહુલ અને રોહિત શર્મા ઓવલ સ્ટેડિયમમાં ભારતીય ઓપનર તરીકે સદી ફટકારી ચૂક્યા છે. ઓપનર તરીકે આ તમામના નામે આ સ્થળે 1-1 સદી છે. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
ભારત તરફથી યશસ્વી જયસ્વાલ સહિત 10 બેટ્સમેનોએ સદી ફટકારી છે. દ્રવિડના નામે 2 સદી નોંધાયેલી છે. અનિલ કુંબલેએ 2007માં અહીં સદી ફટકારી હતી. ઋષભ પંત અને કપિલ દેવે પણ સદી ફટકારી છે. (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
જયસ્વાલે 2 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં 6 સદી ફટકારી છે. તેના નામે 12 અડધી સદી પણ છે. તેણે 24 ટેસ્ટ મેચમાં લગભગ 2209 રન બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 214 રન છે. તેણે ઇંગ્લેન્ડ સામે 1100થી વધુ રન બનાવ્યા છે. જેમાં 4 સદી ઈંગ્લેન્ડ સામે ફટકારી છે.(તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)