India Independence Day: ભારત જ નહીં આ 5 દેશ પણ 15 ઓગસ્ટ પર ઉજવે છે સ્વતંત્રતા દિવસ, જુઓ યાદી
India Independence Day On 15 August: ભારત 15 ઓગસ્ટ પર સ્વતંત્રતા દિવસ ઉજવે છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે ભારત ઉપરાંત આ 5 દેશ પણ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. (Photo: Freepik)
15 ઓગસ્ટ ભારત સહિત 5 દેશનો સ્વતંત્રતા દિવસ ભારત 15 ઓગસ્ટ પર સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ વખતે ભારત 78મો સ્વતંત્રતા દિન ઉજવશે. ભારત વર્ષ 1947માં 15 ઓગસ્ટના રોજ અંગ્રેજોની ગુલાબીમાંથી આઝાદ થયુ હતુ. ભારતની આઝાદીમાં જીવનનું બલિદાન આપનાર ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાઓને યાદ કરવાનો, માન સન્માન આપવાનો અને આઝાદીનું મહત્વ સમજવા આ દિવસ ઉજવાય છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે 15 ઓગસ્ટ પર માત્ર ભારત જ નહીં બીજા 5 દિવસો પર સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ 5 દેશો ક્યા ક્યા છે ચાલો જાણીયે (Photo: Freepik)
ભારત 1947માં અંગ્રેજોની ગુલાબીમાંથી આઝાદ થયું ભારત દર વર્ષે 15 ઓગસ્ટ પર સ્વતંત્રતા દિવસ ઉજવે છે. ભારત ઘણા બલિદાન અને સંધર્ષ બાદ વર્ષ 1947માં 15 ઓગસ્ટના રોજ અંગ્રેજોની ગુલાબીમાંથી આઝાદ થયું હતું. ભારતે લગભગ 200 સુધી બ્રિટિશ રાજની ગુલાબી સહન કરી છે. ભારત દુનિયાનો સૌથી મજબૂત લોકશાહી દેશ છે. ભગતસિંહ રાજ્યગુરુ અને સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મી બાઈ જેવા ઘણા ક્રાંતિકારીઓએ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું છે. અલબત્ત ભારતને આઝાદી તો મળી પરંતુ અખંડ ભારતને વિભાજનની મોટી કિંમત ચૂકવવી પડી હતી. અખંડ ભારતનું વિભાજન થયું અને ભારતની પશ્ચિમ બાજુ પાકિસ્તાન અને પૂર્વ બાજુ પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) નામ બે નવા દેશ અસ્તિત્વમાં આવ્યા હતા. (Photo: Freepik)
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા (North Korea And South Korea Independence) દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા પણ 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય મુક્તિ દિવસ ઉજવે છે. 15 ઓગસ્ટ 1945ના રોજ કોરિયાને જાપાનના અમાનુષી રાજાની ગુલાબીમાંથી મુક્તિ મળી હતી. કોરિયામાં આ દિવસને ગ્વાંગબોકજેઓલ નામથી ઉજવાય છે, જેનો અર્થ થાય છે અજવાળું ફેલાવાનો સમય. જાપાની સેના પાસેથી આઝાદી મળ્યાના 3 વર્ષ બાદ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં સ્વતંત્ર કોરિયન સરકાર બની હતી. (Photo: Social Media)
બેહરીન (Bahrain Independence Day) બેહરીન પણ 15 ઓગસ્ટ પર સ્વતંત્રતા દિવસ ઉજવેછે. મિડલ ઈસ્ટ દેશ બેહરીનને 15 ઓગસ્ટ 1971માં યુનાઇટેડ કિંગડમ પાસેથી આઝાદી મળી હતી. તે 1931માં ક્રૂડ ઓઇલની શોધખોળ અને રિફાઈનરી બનાવનાર પ્રથમ ખાડી દેશોમાંથી એક છે. તે જ વર્ષ બ્રિટન અને ઓટોમન સરકારે દેશની સ્વતંત્રતાને માન્યતા આપનાર એક સંધિ પર હસ્તાક્ષર કર્યા, પરંતુ બેહરીન બ્રિટિશ રાજને આધિન રહ્યું. 1971માં સ્વતંત્રતાની ઘોષણા કર્યા બાદ બેહરીન ને બ્રિટિશ રાજ સાથે એક મેત્રી કરાર પર હસ્તાક્ષર કરવા પડ્યા. 14 ઓગસ્ટ પર સ્વતંત્રતાની ઘોષણા ભલે કરવામાં આવી પરંતુ બેહરીનના લોકો 15 ઓગસ્ટને પોતાનો સ્વતંત્રતા દિવસ ગણે છે. (Photo: Freepik)
કાંગો ગણરાજ્ય (Republic Of The Congo Independence Day) કાંગો ગણરાજ્ય ને કાંગોલેસ નેશનલ ડે પણ કહેવામાં આવે છે. આ આફ્રિકન દેશને 15 ઓગસ્ટ 1960ના રોજ ફ્રાંસ પાસેથી પૂર્ણ સ્વતંત્રતા મળી હતી. આ આફ્રિકન દેશ 80 વર્ષ સુધી ફ્રાંસનું ગુલામ રહ્યુ હતુ. 1969 થી 1992 સુધી એક માર્ક્સવાદી લેનિનવાદી રાષ્ટ્ર હતુ, ત્યારબાદથી ત્યાં બહુપક્ષીય ચૂંટણી યોજાઇ છે. (Photo: Freepik)
લિક્ટેંસ્ટાઇન (Liechtenstein Independence Day) દુનિયાનો છઠ્ઠો સૌથી નાનો દેશ લિક્ટેંસ્ટાઇન 15 ઓગસ્ટ પર સ્વતંત્રતા દિવસ ઉજવે છે. લિક્ટેંસ્ટાઇન વર્ષ 1866માં 15 ઓગસ્ટના રોજ જર્મનની આધિનતા માંથી મુક્ત થયો હતો. 1940ાં લિક્ટેંસ્ટાઇનમાં આ દિવસને પરંપરાગત સમારોહ સાથે રાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવ્યો. આ દિવસે ત્યાં વિશાળ કાર્યક્રમોમાં હજારો લિક્ટેંસ્ટાઇન નાગરિકો સામેલ થાય છે. (Photo: Freepik)