Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/McCluskieganj-Trip.jpg)
ભારતમાં મિની સ્વિત્ઝરલેન્ડ જેમ મિની લંડન પણ છે. ઝારખંડ ભારતનું એક એવું રાજ્ય છે જે લગભગ ચારેય બાજુથી ગાઢ જંગલો અને પહાડોથી ઘેરાયેલું છે. આ રાજ્યમાં આજે પણ એવા ઘણા છુપા સ્થળો છે, જ્યાં ફરવા જવાની દરેક પ્રવાસીની ઇચ્છા હોય છે. ઝારખંડમાં એક સ્થળ છે જેને મિની લંડન કહેવામાં આવે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ હિલ સ્ટેશનોને ટક્કર આપે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/mccluskieganj-railway-station.jpg)
ઝારખંડું મેકક્લુસ્કીગંજ જેને ભારતનું મિની લંડન કહેવાય છે. અહીં પરિવાર, મિત્રો અને પાર્ટનર સાથે ફરવાની મજા આવશે. મેકક્લુસ્કીગંજ ઝારખંડના પાટનગર રાંચીથી 64 કિમી દૂર છે. ઝારખંડની સુંદર પતરાતુ વૈલીથી મેકક્લુસ્કીગંજ માત્ર 63 કિમી દૂર આવેલ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/mccluskieganj-anglo-indian.jpg)
મેકક્લુસ્કીગંજનો ઇતિહાસ જ આ સ્થળની ખાસિયત છે. મેકક્લુસ્કીગંજ વિશે કહેવાય છે કે આ એંગ્લો ઈન્ડિયન સમુદાય માટે પ્રસિદ્ધ સ્થળ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, અર્નેસ્ટ ટિમોથી મેક્લસ્કી નામના એંગ્લો ઈન્ડિયન વેપારી એ આ સુંદર શહેર વસાવ્યું હતું. જો કે હાલ અહીં બહુ ઓછી સંખ્યામાં એંગ્લો ઈન્ડિયન સમુદાયના લોકો રહે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/NAKTA-HILL-McCluskieganj.jpg)
મેકક્લુસ્કીગંજ વિશે બીજી માન્યતા એવી છે કે, અહીંની જમીન વર્ષ 1930માં રાતૂ મહારાજ પાસેથી લીઝ પર લીધી હતી. ભારતનું આ મિની લંડન લગભગ 10 હજાર એકર જમીન વિસ્તારમાં ફેલાયેલું છે, જે હવે એક સુંદર પ્રવાસ સ્થળ બની ગયું છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/McCluskieganj-Visit.jpg)
ઝારખંડના ગાઢ જંગલો વચ્ચે આવેલું મેકક્લુસ્કીગંજ ઉંચા પહાડ, વિશાળ ઝાડ, છોડ, નદી ઝરણાં અને શાંત વાતાવરણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીની દરેક ઋતુ મનમોહક હોય છે. મેકક્લુસ્કીગંજની એંગ્લો ઈન્ડિયન વાસ્તુકલા પણ પ્રવાસીઓને ખેંચી લાવે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Mccluskieganj-Tour-Plan.jpg)
મેકક્લુસ્કીગંજ આસપાસ ઘણા જોવાલાયક સ્થળો છે. જાગૃતિ વિહાર, સર્વ ધર્મ સ્થળ દુલ્લી, સીતા કુંડ જળાશય, નકડા પર્વત, ડેગાડેગી નદી જોવાલાયક સ્થળ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Mccluskieganj-tourism.jpg)
મેકક્લુસ્કીગંજ કુદરતી સુંદરતાની સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટી માટે પણ પ્રખ્યાત છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ, હાઇકિંગ અને કેમ્પિંગનો રોમાંચ માણે છે. અહીં ઘણા લોકો વિકેન્ડમાં પિકનિગ કરવા માટે આવે છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us