ટી 20 વર્લ્ડ કપ : ભારત અને પાકિસ્તાન 7 વખત ટકરાયા છે, જાણો કેવો છે બન્ને ટીમનો રેકોર્ડ
India vs Pakistan T20 World Cup match : ટી 20 વર્લ્ડ કપમાં ભારત 9 જૂનના રોજ પાકિસ્તાન સામે હાઈ પ્રોફાઇલ મુકાબલો રમશે. અહીં બન્ને ટીમના ટી 20 વર્લ્ડ કપના 7 મુકાબલા વિશે જણાવી રહ્યા છીએ
India vs Pakistan T20 World Cup match : આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય ટીમે આયર્લેન્ડ સામે શાનદાર જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. બીજી તરફ પાકિસ્તાનનો પ્રથમ મેચમાં અપસેટ થતા અમેરિકા સામે પરાજય થયો હતો. હવે ભારત 9 જૂનના રોજ પાકિસ્તાન સામે હાઈ પ્રોફાઇલ મુકાબલો રમશે. (તસવીર - સોશિયલ મીડિયા)
ટી 20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 8મી વખત બન્ને ટીમો ટકરાશે. ભારતનો પાકિસ્તાન પર દબદબો રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી ભારતનો 6 મેચમાં વિજય થયો છે અને પાકિસ્તાન ફક્ત એક મેચમાં જીતી શક્યું છે. અહીં બન્ને ટીમના 7 મુકાબલા વિશે જણાવી રહ્યા છીએ. (તસવીર - સોશિયલ મીડિયા)
ટી 20 વર્લ્ડ કપ 2007 - ભારતે પાકિસ્તાનને બે વાર હરાવ્યું 2007ના ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે-બે વખત ટક્કર થઈ હતી. 14 સપ્ટેમ્બર 2007ના રોજ રમાયેલી ટી 20 વર્લ્ડ કપની ગ્રૂપ સ્ટેજની મેચમાં ભારતે બોલ આઉટથી જીત મેળવી હતી. 24 સપ્ટેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં બન્ને ટીમો બીજી વખત ટકરાઇ હતી. આ મેચમાં ભારત પાકિસ્તાનને 5 રનથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. (તસવીર - સોશિયલ મીડિયા)
ટી 20 વર્લ્ડ કપ 2012 - ભારતનો 8 વિકેટે વિજય શ્રીલંકામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં સુપર-8ની મેચમાં ભારત-પાકિસ્તાન આમને-સામને ટકરાયા હતા. આ મેચમાં પાકિસ્તાનની ટીમે 128 રન બનાવ્યા હતા. ભારતે બે વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ મેચમાં ભારત તરફથી વિરાટ કોહલીએ 78 રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્મીપતિ બાલાજીએ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
ટી 20 વર્લ્ડ કપ 2014 - ભારતનો 7 વિકેટે વિજય બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં બંને દેશો આમને-સામને આવ્યા હતા. આ મેચમાં પાકિસ્તાને 7 વિકેટે 130 રન બનાવ્યા હતા. ભારતે 18.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પડકાર મેળવી લીધો હતો. અમિત મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે વિરાટ કોહલીએ અણનમ 36 રન બનાવ્યા હતા. ટી 20 વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન સામે આ સતત ચોથી જીત હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
ટી 20 વર્લ્ડ કપ 2021 - ભારતની પ્રથમ હાર આ ટૂર્નામેન્ટનું આયોજન 2021માં યુએઈમાં થયું હતું. સતત પાંચ હારનો સામનો કરી ચૂકેલા પાકિસ્તાને ઈતિહાસ પલટી નાખ્યો હતો. પાકિસ્તાને ટી 20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત ભારત સામે વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 157 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)