ક્રિકેટર અભિષેક શર્મા કાશ્મીરની આ યુવતીને કરી રહ્યો છે ડેટ? જાણો કોણ છે રુમર્ડ ગર્લફ્રેન્ડ
Laila Faisal: અભિષેકના બર્થ ડે પર લૈલા ફઝલે પોતાના ઇન્સ્ટા સ્ટેટસ પર કોઇને વિશ કર્યું છે પરંતુ તે કોણ છે તે સ્પષ્ટ થઇ શક્યું નથી. જોકે તેણે જે કેક લગાવી છે તેની ઈમેજમાં ક્રિકેટ પીચની સાથે સાથે ખેલાડીના હાથમાં બેટ છે અને તે ઉજવણી કરી રહ્યો છે
Laila Faisal: ભારતીય ટી-20 ક્રિકેટ ટીમનો આક્રમક ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા 4 સપ્ટેમ્બરે 25 વર્ષનો થઇ ગયો છે. અભિષેક શર્મા હવે એશિયા કપ 2025માં રમવા માટે તૈયાર છે. જોકે તે પહેલા તે અન્ય કારણોસર ચર્ચામાં આવ્યો છે. તેનું નામ કાશ્મીરની યુવતી લૈલા ફઝલ સાથે જોડવામાં આવી રહ્યું છે. (તસવીર - લૈલા ફઝલ ઇન્સ્ટાગ્રામ)
કાશ્મીરની યુવતી સાથે અફેરની અફવા : ભારતીય ટી-20 ટીમમાં નિયમિત સ્થાન બનાવનાર અભિષેક શર્મા ટીમ ઈન્ડિયાનો ચાર્મિંગ બોય છે અને હવે તેની પાસે નામ-પ્રસિદ્ધિ પણ છે. આકર્ષક ચહેરા ધરાવતો અભિષેક ઘણા યચુવા દિલોની ધડકન છે, પરંતુ તેનું દિલ લૈલા ફૈઝલ નામની કાશ્મીરી છોકરી માટે ધબકે છે. (તસવીર - લૈલા ફઝલ ઇન્સ્ટાગ્રામ)
અભિષેક સાથેના તેના સંબંધો અંગેની અટકળો 2025 માં શરૂ થઈ હતી જ્યારે તેને લૈલા તરફથી તેની રેકોર્ડ-બ્રેકિંગ ટી20 ઇનિંગ્સ માટે અભિનંદન સંદેશ મળ્યો હતો. (તસવીર - લૈલા ફઝલ ઇન્સ્ટાગ્રામ)
અભિષેકના બર્થ ડે પર લૈલાએ પોતાના ઇન્સ્ટા સ્ટેટસ પર કોઇને વિશ કર્યું છે પરંતુ તે કોણ છે તે સ્પષ્ટ થઇ શક્યું નથી. જોકે તેણે જે કેક લગાવી છે તેની ઈમેજમાં ક્રિકેટ પીચની સાથે સાથે ખેલાડીના હાથમાં બેટ છે જેમાં તે ઉજવણી કરી રહ્યો છે.(તસવીર - લૈલા ફઝલ ઇન્સ્ટાગ્રામ)
કોણ છે લૈલા ફૈઝલ? : લૈલા ફૈઝલે કિંગ્સ કોલેજ લંડનથી સાયકોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનથી ફેશન ડિઝાઇન, માર્કેટિંગ અને સ્ટાઇલિંગનો અભ્યાસ કર્યો છે. લૈલા દિલ્હીની રહેવાસી છે અને તે કાશ્મીરી મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને તેની બહેનનું નામ રૂહી ફૈઝલ છે.(તસવીર - લૈલા ફઝલ ઇન્સ્ટાગ્રામ)
લૈલા ફૈઝલ લક્ઝરી હોમ થિયેટર અને ઓટોમેશન કંપની (સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી)માં સીઓઓ તરીકે કામ કરી રહી છે, જેની સ્થાપના તેના પિતાએ 2021માં કરી હતી. આ ઉપરાંત તે એલએફએસ સ્ટુડિયોના ફાઉન્ડર તરીકે પણ કામ કરી રહી છે, જેમાં શિલ્પ કૌશલ્ય અને સમકાલીન ડિઝાઇનને પ્રાધાન્ય આપવામાં આવે છે. (તસવીર - લૈલા ફઝલ ઇન્સ્ટાગ્રામ)
વર્ષ 2022માં તેણે પોતાની માતા સાથે લૈલા રુહી ફૈઝલ ડિઝાઇન્સ નામની સંસ્થા પણ સ્થાપી હતી, જેમાં મહિલાઓના ડ્રેસ બનાવવામાં આવે છે.(તસવીર - લૈલા ફઝલ ઇન્સ્ટાગ્રામ)