આઈપીએલ ટ્રોફી પર લખેલા સંસ્કૃત મંત્રનો અર્થ શું છે? જાણો કિંમત અને શું સોનાની હોય છે ટ્રોફી
IPL 2025: આરસીબી પ્રથમ વખત ટ્રોફી જીતવા સફળ રહ્યું છે. IPL ટ્રોફી ઘણી રીતે ખાસ છે. પરંતુ શું તમે જાણો છો કે IPL ટ્રોફી પર સંસ્કૃતની કઇ લાઇન લખેલી છે અને તેનો અર્થ શું છે? ચાલો જાણીએ
આરસીબી પ્રથમ વખત ટ્રોફી જીતવા સફળ રહ્યું છે. IPL ટ્રોફી ઘણી રીતે ખાસ છે. પરંતુ શું તમે જાણો છો કે IPL ટ્રોફી પર કઈ સંસ્કૃતની કઇ લાઇન લખેલી છે અને તેનો અર્થ શું છે? ચાલો જાણીએ: (Photo: @RCBTweets/X)
'યત્ર પ્રતિભા અવસર પ્રાપ્નોતિહી' નો હિન્દીમાં અર્થ થાય છે - 'જ્યાં પ્રતિભાને તક મળે છે'. જે IPL ના મૂળ મંત્રને પ્રતિબિંબિત કરે છે એટલે કે જ્યાં ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે છે. આ સિવાય આઈપીએલ ટ્રોફીના અત્યાર સુધીના વિજેતાઓના નામ પણ લખાયેલા હોય છે. (Photo: IndianPremierLeague/X)
શું ટ્રોફી સોનાની બનેલી છે? : સોનેરી રંગની ચમકતી IPL ટ્રોફી સંપૂર્ણપણે સોનાની બનેલી નથી. તે સોનું, ચાંદી અને એલ્યુમિનિયમ સહિત અન્ય ઘણી ધાતુઓને ભેળવીને બનાવવામાં આવે છે. તેના પર સોનાની પોલિશ લગાવવામાં આવે છે, જેના કારણે તે ચમકે છે.(Photo: @RCBTweets/X)
ટ્રોફીની કિંમત કેટલી છે? : BCCI એ ક્યારેય IPL ટ્રોફીની મૂળ અથવા પ્રતિકૃતિ ટ્રોફીની કિંમત જાહેર કરી નથી. જોકે ઘણા મીડિયા અહેવાલોમાં આ ટ્રોફીની કિંમત 30 થી 50 લાખ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે. (Photo: @RCBTweets/X)