ઇસરોનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 લોન્ચ , આ મહત્વની બાબતો જાણો? September 02, 2023 23:12 IST
ISRO પ્રથમ સૌર મિશન: ચંદ્ર મિશનની સફળતા પછી ઇસરોએ દેશના પહેલા સૂર્ય મિશન અંતર્ગત આદિત્ય એલ1 ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી શનિવારે લોન્ચ કર્યું હતું.
તેની ચોક્કસ ભ્રમણકક્ષામાં લગભગ 125 દિવસનો સમય લાગશે.
'PSLV C57' શક્તિશાળી કેરિયર 'આદિત્ય L1'ને અવકાશમાં લઈ ગયું છે.
ઇસરોએ શનિવારે સવારે 11.50 મિનિટ પર ઇસરોના વિશ્વાસપાત્ર પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પીએસએલવી થકી શ્રીહરીકોટા અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઈસરોના પ્રમુખ એસ. સોમનાથે જણાવ્યું હતું કે આદિત્ય L1'ને ચોક્કસ ભ્રમણકક્ષા (L1 Lagrangian point) સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે.
'આદિત્ય L1' પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર 'L1' (સૂર્ય-પૃથ્વી લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવન અને સૂર્યના પ્રભામંડળના દૂરસ્થ અવલોકન માટે રચાયેલ છે.
ત્યાં પાંચ બિંદુઓ (લેગ્રેન્જિયન બિંદુઓ) છે જેના પર પૃથ્વી અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે.
તે બિંદુઓથી સૂર્યનો અભ્યાસ કરવો એ વિશેષ અને મહત્વપૂર્ણ છે.
'આદિત્ય એલ1' અભિયાનમાં બિંદુ 'L1'નો ઉપયોગ કરવામાં આવશે.
'આદિત્ય L1'ને 'L1' બિંદુથી અવરોધ વિના (ગ્રહણ વિના) સૂર્યનું અવલોકન કરવાની ઉત્તમ તક મળશે.
સૂર્ય સૌથી નજીકનો તારો હોવાથી અન્યોની સરખામણીમાં તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય છે, એમ ઈસરોએ આ જટિલ મિશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું.
ઈસરોએ એ પણ સમજાવ્યું કે સૂર્યના અભ્યાસ દ્વારા, આકાશગંગા તેમજ અન્ય વિવિધ તારાઓ વિશે ઘણી માહિતી મેળવી શકાય છે.
સૂર્ય ઘણા વિસ્ફોટોનું કારણ બને છે.
તે સૂર્યમંડળમાં પ્રચંડ માત્રામાં ઊર્જાનું ઉત્સર્જન કરે છે.
સંશોધકો કહે છે કે આવી વિસ્ફોટક સૌર ઘટનાઓ પૃથ્વીની નજીકની અવકાશમાં વિવિધ અસરો કરી શકે છે.
આદિત્ય એલ1 સૂરજથી નિકળનારી ગર્મી અને ગરમ હવાની સ્ટડી કરશે. અને સૌર હવાઓને વિભાજન અને તાપમાનની સ્ટડી કરશે. સૌર વાયુમંડળને સમજવાનો પ્રયત્ન કરશે.
સાત સાધનો સૂર્યનો અભ્યાસ કરશે, વિવિધ અવલોકનો રેકોર્ડ કરશે.
આ મિશન દ્વારા સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર, સૂર્યનું બાહ્ય પડ, સૂર્યનો પ્રભામંડળ, સૂર્યનું તાપમાન, યુવી કિરણો વગેરેનો અભ્યાસ કરવામાં આવશે.
(તમામ તસવીરો સૌજન્યઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન / ટ્વિટર)