Rath Yatra 2025 Latest Photo: આજે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ આનંદ અને હર્ષોલ્લાસ સાથે યોજાઇ છે. ઓડિશાના પુરી જેમ અમદાવાદમાં પણ ભવ્ય રથયાત્રા યોજાય છે. લેટેસ્ટ ફોટોમાં જુઓ રથયાત્રા
રથયાત્રા 2025 ઓડિશાના પુરી સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શ્રદ્ધા ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે યોજાઇ છે. હિન્દુ પંચાગ મુજબ અષાઢ સુદ બીજ તિથિ પર દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. જેમાં ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. ઓડિશાના પુરી જેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા બહુ ધામધૂમપર્વક યોજાય છે. (Photo: Social Media)
પુરી જગન્નાથ રથયાત્રા ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા હર્ષોલ્લાસ સાથે યોજાઇ છે. પુરીની રથયાત્રા બહુ પ્રાચીન છે અને ધાર્મિક મહત્વ પણ વધારે છે. પુરીના જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન થઇ 3 કિમી દૂર આવેલા ગુંડિચા મંદિર પહોંચે છે. અહીં ભગવાન જગન્નાથ 8 દિવસ સુધી રોકાય છે. (Photo: Social Media)
અમદાવાદ જગન્નાથ રથયાત્રા અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઇ છે. પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી જુની માનવામાં આવે છે. અમદાવાદની 18 કિમી લાંબી રથયાત્રા જગન્નાથ મંદિરથી પ્રસ્થાન થઇ સરસપુર પહોંચે છે અને ત્યાથી પરત નિજ મંદિરે આવે છે.
અમદાવાદ જગન્નાથ મંદિર મંગળા આરતી રથયાત્રા પહેલા અમદાવાદ જગદીશ મંદિરે ભગવાન જગન્નાથની મંગળા ભારતી કરવામાં આવી હતી. મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા.
જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના દર્શન કરવા ભક્તોની ભીડ રથયાત્રાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરવા વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન જગન્નાથ મંદિરે મંગળા આરતીનો લાહવો લીધો હતો.
CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ પ્રસ્થાન કરાવ્યા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી. પહિંદ વિધિમાં સોનાની સાવરણી દ્વારા ભગવાનની રથયાત્રાનો માર્ગ સાફ કરવાની વિધિ થાય છે. ત્યાર બાદ મુખ્યમંત્રીએ ભગવાનના રથના દોરડા ખેંચી રથ પ્રસ્થાન કરાવ્યા હતા. (Photo: CMO Gujarat)
અમદાવાદ રથયાત્રામાં ગજરાજ બેકાબુ થયા અમદાવાદ રથયાત્રા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે 3 ગજરાજ બેકાબુ થતા થોડીક મિનિટ માટે અફરાતફરી મચી હતી. બેકાબુ ગજરાજ રસ્તા પર દોડવા લોકો ડરી ગયા હતા. બેકાબુ હાથીઓ બેરીકોટ તોડી પોળની ગલીઓમાં દોડવા લાગતા નાસભાગ મચી હતી. મહાવતે મહામહેનતે હાથીને કાબુમાં લીધા હતા.
રથયાત્રામાં અખાડાના પહેલવાનોનું આકર્ષણ રથયાત્રાનું સૌથી મોટં આકર્ષણ અખાડાના પહેલવાનો અને કરતબો હોય છે. રથયાત્રા દરમિયાન લારી કે રીક્ષામાં અખાડાના પહેલવાનો શરીર સૌષ્ઠવ કરતા હોય છે. શરીર માટે કસરતનું મહત્વપૂર્ણ સમજાવવા માટે રથયાત્રામાં અખાડાને સામેલ કરવામાં આવે છે. ઉપરાંત રથયાત્રા અખાડાના પહેલવાનો વિવિધ કરતબો રજૂ કરતા હોય છે, જેને લોકો ઉત્સુકતા પૂર્વક નિહાળે છે. (Photo: @panchaldreamscapes0032)