Jaisalmer Travel Guide: જેસલમેર રાજસ્થાનનું ગોલ્ડન સિટી, જોવાલાયક પ્રખ્યાત સ્થળ અને સમય સહિત સંપૂર્ણ પ્રવાસ માહિતી
Famous Tourist Places In Jaisalmer: જેસલમેર રાજસ્થાનનું ગોલ્ડન સિટી કહેવાય છે. જેસલમેર ફરવા માટે શિયાળો શ્રેષ્ઠ સમય હોય છે. અહીં જેસલમેરમાં ફરવાના પ્રખ્યાત સ્થળો વિશે જાણકારી આપવામાં આવી છે.
Famous Tourist Places In Jaisalmer: જેસલમેર પ્રવાસ રાજસ્થાનનું જેસલમેર ગોલ્ડન સિટી તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે. રાજસ્થાનની વૈભવી લોકસંસ્કૃતિ, સુંદર ઐતિહાસિક ઇમારતો અને સોનેરી રેતીના કારણે જેસલમેર ફરવા લાયક માટે શ્રેષ્ઠ સ્થળ છે. શિયાળાની ઠંડીમાં જેસલમેર પ્રવાસ યાદગાર રહે છે. (Photo: Rajasthan Tourism)
જેસલમેર ગોલ્ડન સિટી તરીકે કેમ ઓળખાય છે? Which Indian city is known as the Golden city જેસલમેર ગોલ્ડન સિટી એટલે કે સુવર્ણ કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં જેસલમેરની ઇમારતો અને કિલ્લા પીળી રેતીના પત્થર માંથી બનેલા છે, જે સૂર્ય પ્રકાશમાં સોનાની જેમ ચમકે છે. થાર રણની વચ્ચે આવેલું જેસલમેર સ્થાપત્ય, કિલ્લાઓ અને રણ સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. સૂર્યાસ્ત સમયે સૂર્યપ્રકાશમાં સોનાની જેમ ચમકતા કિલ્લાઓને નજારો અદભુત અને અદ્વિતીય હોય છે. Jaisalmer Bada Bagh: જેસલમેર બડા બાગ. (Photo: Rajasthan Tourism)
જેસલમેર ફરવાનો શ્રેષ્ઠ સમય? Best Time to Visit Jaisalmer જેસલમેર ફરવા માટે શિયાળાની સીઝન શ્રેષ્ઠ છે. ઓક્ટોબર થી માર્ચનો સમયગાળો જેસલમેર ફરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે તાપમાન એકદમ સુખદ હોય છે. 10 થી 27 ડિગ્રી સેલ્સિયસના તાપમાન વચ્ચે જેસલમેર ફરવા લાખો પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે. Jaisalmer Salim Singh Ki Haveli : જેસલમેર સલીમ સિંહ કી હવેલી. (Photo: Rajasthan Tourism)
જેસલમેર પ્રવાસ : Jaisalmer Tour Plan? જેસલમેર ફરવા માટે આમ તો 2 થી 3 દિવસ પુરતા છે. જો કે અહીં ફરવા માટે એટલા બધા સ્થળો છે કે માત્ર 3 દિવસ ઓછા પડી શકે છે. અહીં તમે ઐતિહાસિક સ્મારકોથી લઇ કિલ્લા અને સાંસ્કૃતિક પ્રદર્શનોનો સરળતાથી આનંદ માણી શકો છો. Jaisalmer Bada Bagh: જેસલમેર બડા બાગ. (Photo: Rajasthan Tourism)
Jaisalmer Fort : જેસલમેર કિલ્લો થાર રણમાં સ્થિતિ જેસલમેરના કિલ્લાને સોનાર કિલ્લો એટલે કે ગોલ્ડન ફોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી આથમતા સૂર્યને જોવો ખૂબ જ રોમાંચક છે. વાત જાણે એમ છે કે આ કિલ્લાનું બાંધકામ સ્થાનિક કારીગરો દ્વારા રાજસ્થાની સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે. અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. જેસલમેર ફોર્ટ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. (Photo: Rajasthan Tourism)
જેસલમેર નથમલ જી કી હવેલી જેસલમેર : Jaisalmer Nathmat ji ki Haveli જેસલમેરમાં નાથમલજી કી હવેલી ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. નાથમલજીની હવેલી જેસલમેરની ભવ્ય અને સુંદર હવેલીઓમાંની એક છે. તે તેની જટિલ કોતરણી, કળા અને ઐતિહાસિક મહત્વ માટે પ્રખ્યાત છે. આ હવેલી 19 સદીમાં બનાવવી આવી હતી. (Photo: Rajasthan Tourism)
જેસલમેર ડેઝર્ટ નેશનલ પાર્ક : Jaisalmer Desert National Park રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લામાં ફેલાયેલું ડેઝર્ટ નેશનલ પાર્ક તેની રણ જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે. 3 હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ રણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિવિધ પ્રકારના પશુ-પક્ષીઓ આવેલા છે. અહીં તમે રેતીના ટેકરાઓ અને ખડકાળ ભૂપ્રદેશના અદભૂત દૃશ્યો જોઈ શકો છો. (Photo: Rajasthan Tourism)