Kargil Vijay Diwas 2024 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એ દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ-કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢ્યા હતા અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ભારતીય સેનાની આ ભવ્ય જીતને હવે 25 વર્ષ પૂરા થયા છે પરંતુ આજે પણ ભારતીયો આ દિવસને બહુ જ માન - સમ્માન અને પ્રેમ સાથે યાદ કરે છે. (Image: Freepik)
કારગીલ વિજય દિવસ પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલી કારગીલ વિજય દિવસના અવસર પર દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, આ સાથે જ આ ખાસ અવસર પર દેશવાસીઓ માતૃભૂમિ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપે છે. (Image: Freepik)