Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Karnataka-Hill-Station-2.jpg)
ઉનાળામાં હિલ સ્ટેશન ફરવાની મજા પડે છે. મોટાભાગના લોકો ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન પર વધારે ફરવા જાય છે. જો કે ભારતમાં ઘણા હિલ સ્ટેશન છે જે શિમાલ, મનાલી કે દાર્જલિંગથી ઓછા સુંદર નથી. અહીં કર્ણાટકના એક હિલ સ્ટેશન વિશે જણાવીશું જેનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ઘ કરે છે. કુદરતના ખોળે વસેલા આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓને પહાડ, દરિયો અને હરિયાળી બધુ જ જોવા મળે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Karnataka-Hill-Station-4.jpg)
કર્ણાટકના હિલ સ્ટેશનની વાત હોય ત્યારે કુર્ગ (Coorg) સૌથી પહેલા યાદ આવે છે. જો બીજા હિલ સ્ટેશનની વાત કરીયે તો ચિકમગલૂર છે, જ્યાંનું શાંત વાતાવરણ, ઠંડી હવા અને હરિયાણી ગરમીમાં ફરવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બનાવે છે. ચિકમગલૂરને કર્ણાટકનું કોફી લેન્ડ પણ કહેવાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Karnataka-Hill-Station-3.jpg)
ચિકમગલૂર કર્ણાટકમાં દરિયાની સપાટીથી 3400 ફુટની ઉંચાઇ પર આવેલું છે. અહીં આખ વર્ષ દરમિયાન ઠંડુ અને મનમોહક મોસમ રહે છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ અને એડવેન્ચર લેવર માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ, કેમ્પિંગ અને જંગલ સફારીની મજા માણે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Karnataka-Hill-Station-Trip.jpg)
ચિકમગલૂરમાં મુલ્લાયનગિરી પર્વત પર ટ્રેકિંગ કરવું એક રોમાચંક અનુભવ બની રહે છે. આ પર્વત દરિયાની સપાટીથી લગભગ 1930 મીટરની ઉંચાઇ પર આવેલું છે. અહીંથી ચારે બાજુનું દ્રશ્ય અત્યંત સુંદર અને મનમોહક હોય છે. અહીંથી સૂર્યાસ્ત અને સૂર્યોદયનો નજારો જોવાલાયક હોય છે. ઉનાળામાં ઠંડી હવા મનને શાંતિ અને આરામ આપે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Karnataka-Hill-Station.jpg)
બાબા બુદનગિરી ચિકમગલૂરમાં આવેલું એક ધાર્મિક સ્થળ છે, જે તેના ઇતિહાસ અને કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે. આ સ્થળ પહાડો, કોફીના બગીચા અને ગાઢ જંગલથી ઘેરાયેલું છે. અહીં દત્તાત્રેય પીઠ અને બાબા બુદન દરગાહ હિંદ અને મુસ્લિમ સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થળ બાબા બુદન નામના સૂફી સંત સાથે જોડાયેલું છે, જેમને ભારતમાં કોફી લાવવાનો શ્રેય અપાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/hebbe-waterfalls.jpg)
જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમારે હેબ્બે વોટર ફોલ્સની જરૂર મુલાકાત લેવી જોઇએ. આ ઝરણું ચિકમગલૂરના ગાઢ જંગલોમાં છે અને અહીંનું પાણી ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ ઝરણું બે ભાગમાં વહેચાયેલું છે. પ્રવાસીઓ પગે ચાલીને હેબ્બે વોટર ફોલ્સ સુધી પહોંચે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Chikkamagaluru-Hill-Station-1.jpg)
ચિકમગલૂર તેના કોફીના બગીચા માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીં કોફીનું સંગ્રહાલય અહીની વિશેષતાને પ્રદર્શિત કરે છે. આ કોફી મ્યુઝિયમમાં તમે કોફી બનાવવાની પ્રક્રિયાને નજીકથી માણી શકો છો. ઉપરાંત અહીં તમે વિવિધ પ્રકારની કોફી પણ ટેસ્ટ કરી શકો છો. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Chikkamagaluru-Hill-Station.jpg)
ચિકમગલૂર હિલ સ્ટેશન ફરવા માટે માર્ચથી જૂન સુધીનો સમયગાળો શ્રેષ્ઠ છે. જ્યારે મેદાની વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી જાય છે ત્યારે ચિકમગલૂરમાં તાપમાન 15 થી 20 ડિગ્રીની વચ્ચે રહે છે. અહીંની ઠંડી હવા અને હરિયાળી ચિકમગલૂરને બેસ્ટ હિલ સ્ટેશન બનાવે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/chikkamagaluru-hill-station-Tour.jpg)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us