Karwa Chauth 2025 Outfit Ideas | કરવા ચોથ પર બોલિવૂડ દિવાઓના આ રેડ લુક ટ્રાય કરવા માટે પરફેક્ટ
Karwa Chauth Celebrity Dress ideas | કરવા ચોથ માટે સેલિબ્રિટી પ્રેરિત લુક્સ : કરવા ચોથ પ્રેમ, પરંપરાનો પ્રતીક છે એ દિવસે પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવા ચોથનો ઉપવાસ રાખે છે અને રેડ કલરના આઉટફિટ પહેરી છે તે પહેરવાનું ખાસ મહત્વ છે, આ વર્ષે તમે બોલીવુડ એકટ્રેસના સૌથી સ્ટાઇલિશ લુક ટ્રાય કરી શકો છો. દરેક લુક ગ્લેમરસ અને પરંપરાનું એક અનોખું મિશ્રણ લાવે છે, અહીં જુઓ લુક
કરવા ચોથ માટે સેલિબ્રિટી પ્રેરિત લુક્સ : કરવા ચોથ પ્રેમ, પરંપરાનો પ્રતીક છે એ દિવસે પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવા ચોથનો ઉપવાસ રાખે છે અને રેડ કલરના આઉટફિટ પહેરી છે તે પહેરવાનું ખાસ મહત્વ છે, આ વર્ષે તમે બોલીવુડ એકટ્રેસના સૌથી સ્ટાઇલિશ લુક ટ્રાય કરી શકો છો. દરેક લુક ગ્લેમરસ અને પરંપરાનું એક અનોખું મિશ્રણ લાવે છે, અહીં જુઓ લુક
જાન્હવી કપૂર સાડી લુક : જાન્હવી કપૂરનો આ લુક જટિલ ભરતકામથી ડેકોરેટેડ ટ્રેડિશનલ રેડ સાડીમાં છે. ગ્રીન કલરના ફુલ-સ્લીવ બ્લાઉઝ સાથે સુંદર રીતે જોડાયેલી તેણે કોન્ટ્રાસ્ટ લુક પસંદ કર્યો છે, તેણે નાની બિંદી, સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને નથ સાથે ઓલ્ડ ફેશન્ડ ટચ આપી છે. એક એલિગન્ટ ચોકર લુકને પરફેક્ટ બનાવે છે, જે ખુબજ એલિગન્ટ લાગે છે. તેની સ્ટાઇલને કરવા ચોથમાં તમે આ રીતે ટ્રાય કરી શાહી લુક મેળવી શકો છો.
તૃપ્તિ ડીમરી રેડ સલાવર સૂટ : તૃપ્તિ ડિમરી આ લુકમાં ક્લાસિક સાથે સરળતાને સ્વીકારે છે, લાલ સૂટસાથે તેણે ગોલ્ડન દુપટ્ટોઅને લાલ લેગિંગ્સ સાથે પેર કરી છે. એક નાજુકમોતીનો હાર અને નાની બિંદી તેના મિનિમલિસ્ટ આકર્ષણને વધારે છે. આ લુક એવા લોકો માટે યોગ્ય છે જે હેવી ડેકોરેશન કરતાં મિનિમલિસ્ટિક લુક પસંદ કરે છે.
શિલ્પા શેટ્ટી : શિલ્પા શેટ્ટીની લાલ સાડી હોલ્ટર-નેક બ્લાઉઝ સાથે તે ખુબજ અદભુત લાગે છે. એકટ્રેસે તેને ભારે ઇયરિંગ્સ અને કડા સાથે જોડે છે, જે મિનિમલિઝમ અને ફેસ્ટિવ ગ્લેમ વચ્ચે યોગ્ય બેલેન્સ કર્યું છે. તેનો આત્મવિશ્વાસપૂર્ણ આભા આ લુકને બોલ્ડ છતાં ગ્રેસફૂલ સ્ટાઇલ પસંદ કરતી સ્ત્રીઓ માટે પરફેક્ટ બનાવે છે.
દીપિકા પાદુકોણ લુક : દીપિકા પાદુકોણ રેડ કલરના ડ્રેસમાં ખુબજ સુંદર લાગે છે તેના આઉટફિટમાં સોનેરી ભરતકામ સાથે બોલ્ડ આય મેકઅપ અને વાળમાં ગજરા સાથે પ્યોર ફેસ્ટિવલ વાઈબ્સ આપે છે. આ અલ્ટીમેટ ટ્રેડિશનલ લુક કરવા ચોથ ઉજવણી માટે પરફેક્ટ છે.
જાન્હવી કપૂરના શાહી આકર્ષણથી લઈને રકુલના ચમકતા અને શિલ્પાના શાનદાર લુક સુધી આ સેલિબ્રિટી-પ્રેરિત લાલ સાડી લુક સ્ત્રીત્વ અને પરંપરાની ઉજવણી વિશે છે. તમારા મનપસંદ આઉટફિટને પસંદ કરો અને આ કરવા ચોથ પર ટ્રાય કરો.