Kotna Beach: ગુજરાતનું કાશ્મીર છે કોટણા બીચ, અમદાવાદથી 100 કિમી દુર, વિકેન્ડમાં ફરવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન
Kotna Beach Famous Tourist Places In Vadodara: કોટણા બીચ ગુજરાતનું છુપાયેલું ઘરેણું છે, જે અમદાવાદથી માત્ર 100 કિમી દૂર છે. ઉનાળા અને ચોમાસામાં વિકેન્ડ પિકનિક માટે શ્રેષ્ઠ સ્થળ છે. કાયકિંગ એક્ટિવિટી થતી હોય તેવું ગુજરાતનું એક માત્ર સ્થળ છે.
ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. ઉનાળાની ગરમીમાં નદી કે દરિયા કિનારને નાહવાની બહુ મજા પડે છે. જો તમે પણ આવા જ કોઇ સ્થળ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, ગુજરાતનું છુપાયેલું ઘરેણું ગણાતું આ સ્થળ વન ડે પિકનિક માટે બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે. કાયકિંગ એક્ટિવિટી થતી હોય તેવું ગુજરાતનું એક માત્ર સ્થળ છે. (photo - Social Media)
કોટણા બીચ કોટણા બીચ હાલ બેસ્ટ પિકનિક સ્થળ બન્યું છે. મહીસાગર નદી કિનારે આવેલું કોટણા બીચ વડોદરાથી 15 થી 20 કિમી દૂર આવેલું સુંદર સ્થળ છે. વડોદરામાં કોઇ દરિયા કિનારો ન હોવાથી સહેલાણીઓએ મહીસાગર નદીના આ કિનારને કોટણા બીચ નામ આપી દીધું છે. આ સ્થળનું નામ કોટણા ગામ પરથી પડ્યું છે. (photo - Social Media)
કોટણા બીચનું નામ કોટણા ગામ પરથી પડ્યું છે. કોટણા બીચ અમદાવાદથી 103 કિમી દૂર આવેલું છે. પ્રવાસઓ ટુ વ્હીલર કે કાર લઇ સરળતાથી કોટણા બીચ પહોંચી શકે છે. (photo - Social Media)
ઉનાળા, ચોમાસામાં કોટણા બીચનો નજારો જોવા લાયક હોય છે. ચોમાસા દરમિયાન મહીસાગર નદીમાં ભરપૂર પાણી હોય છે. ઉપરાંત આસપાસના કુદરતી દ્રશ્ય જોઇ પ્રવાસીઓનું મન પ્રફુલ્લિત થઇ જાય છે. (photo - Social Media)
કોટણા બીચ પર સહેલાણીઓ મહીસાગર નદીમાં બોટિંગની મજા માણે છે. કાયકિંગ થતું હોય તેવું એક માત્ર સ્થળ કોટણા બીચ છે. જો કે બોટિંગ દરમિયાન પ્રવાસીઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે. (photo - Social Media)
કોટણા બીચ પર નદી કિનારે બેસી સૂર્યાસ્તનો નજારો જોવો પ્રવાસ દરમિયાન અદભુત યાદગાર બની રહે છે. કોટણા બીચ કુદરત પ્રેમીઓ માટે ખુબ જ સુંદર સ્થળ છે. પ્રિ- વેડિંગ શુ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. (photo - Social Media)