Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/kutch-rann-utsav-dhordo-gujarat-st-volvo-bus.jpg)
કચ્છ રણોત્સવ ફરવા જનાર પ્રવાસીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ખાસ વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. કચ્છના અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત માટે રણોત્સવ ધોરડોથી ટુરિસ્ટ સર્કીટ બસ શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરડો થી માતાના મઢ, નારાયણ સરોવર, માંડવી, ધોળાવીરા જેવા પ્રખ્યાત જોવા લાયક સ્થળોની વોલ્વો બસમાં મુલાકાત લઇ શકાશે. પ્રવાસીઓ ખાનગી વાહન બુકિંગ કરવાની ઝંઝટ માંથી છુટકારો મળશે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/kutch-rann-utsav-dhordo-gujarat-st-volvo-bus-1.jpg)
હાલ કચ્છ રણોત્સવ ચાલી રહ્યું છે ત્યારે કચ્છના અન્ય પ્રવાસન સ્થળો ફરવા માટે લોકોને વાહન સુવિધા મળે તે હેતુ માટે ધોરડો રણોત્સવ ખાતેથી ટુરિસ્ટ સર્કીટ બસ સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને ગુજરાત એસટી વિભાગ GSRTCના સંયુક્ત પહેલ હેઠળ વોલ્વો બસ સેવા શરૂ કરાઇ છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/gujarat-st-kutch-volvo-bus.jpg)
ગુજરાત એસટી વિભાગની 2×2 સીટર વોલ્વો બસ સેવા 4 રૂટ પર પર શરૂ કરવામાં આવી છે. જેમા પ્રવાસીઓ વોલ્વો બસમાં બેઠ કચ્છ રણોત્સવના સ્થળ ધોરડો થી માતાના મઢ, યુનેસ્કો હેરિટેજ સાઇટ ધોળાવીરા, માંડવી, નારાયણ સરોવર જેવા કચ્છના પ્રખ્યાત સ્થળો ની મુલાકાતે જઇ શકે છે. જેમા ધોરડો થી માતાના મઢ અને માંડવી માટે વોલ્સ બસનું ભાડું પ્રતિ સીટ 700 રૂપિયા વત્તા જીએસટી લાગે છે. તો ધોરડો થી ધોળાવીરા અને નારાયણ સરોવર માટે વોલ્સ બસનું ભાડું પ્રતિ સીટ 800 રૂપિયા વત્તા જીએસટી લાગે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/gujarat-st-kutch-rann-utsav-Tourist-Circuit-Bus-fare-route-time-table-.jpg)
ધોરડો થી કાળો ડુંગર, ભાડું પ્રતિ સીટ 700 + GST, ધોરડો થી માંડવી, ભાડું પ્રતિ સીટ 700 + GST, ધોરડો થી કાળો ડુંગર, ધોળાવીરા, ભાડું પ્રતિ સીટ 800 + GST, ધોરડો થી માતાનો મઢ, નારાયણ સરોવર, ભાડું પ્રતિ સીટ 800 + GST (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Kutch-Rann-Utsav-Places-Visit.jpg)
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના ધોરડો ખાતે ઘણા દસેક વર્ષથી રણોત્સવ યોજવામાં આવે છે. સફેદના સફેદ રણમાં પ્રવાસીઓની સુવિધા માટે ટેન્ટ સિટી ઉભી કરવામાં આવે છે. પ્રવાસીઓ કચ્છની લોક સંસ્કૃતિ, ગીત સંગીત, પરંપરાગત વાનગી, ઉંટની સવારી સહિત વિવિધ મનોરંજન પ્રવૃતિઓની મજા માણે છે. આ વખતે કચ્છ રણોત્સવ 11 નવેમ્બર 2024 થી શરૂ થયું છે અને 15 માર્ચ 2025 સુધી ચાલશે. આમ પ્રવાસીઓ 124 દિવસ સુધી કચ્છ રણોત્સવની મજા માણી શકે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Kutch-Rann-Utsav-2024-Booking.jpg)
અમદાવાદથી કચ્છ રણોત્સવ ધોરડો પહોંચવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા ખાસ વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને ગુજરાત એસટી વિભાગની સંયુક્ત પહેલથી 30 નવેમ્બર, 2024થી અમદાવાદ એરપોર્ટ થી કચ્છ રણોત્સવ ધોરડો જવા માટે વોલ્વો બસ સેવાનો પ્રારંભ થયો છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/kutch-rann-utsav-2024-Visit.jpg)
કચ્છ રણોત્સવ ધોરડો જવા માટે અમદાવાદ એરપોર્ટ થી સવારે 6 વાગે વોલ્વો બસ અપડશે. જે અમદાવાદના વાયા કૃષ્ણનગર, ગીતામંદિર, નહેરૂનગર, સામખિયાળી, ભુજ થઇ સાંજે 4.30 વાગે ધોરડો પહોચશે. અમદાવાદ એરપોર્ટ થી કચ્છ ધોરડો જવાનું ભાડું પ્રતિ સીટ 1093 રૂપિયા વત્તા જીએસટી છે. અમદાવાદ પરત આવવા માટે કચ્છ ધોરડો થી વોલ્વો બસ બપોરે 12.00 કલાકે ઉપડશે, જેનું ભાડું 1093 રૂપિયા વત્તા જીએસટી છે. મુસાફરોની સુવિધા માટે અમદાવાદ ધોરડો વોલ્વો બસનું સીટ બુકિંગ ગુજરાત એસટીની વેબસાઇટ www.gsrtc.in પર ઓનલાઇન રિઝર્વેશન કરી શકય છે. (Photo: Gujarat Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us