Amreli Borewell Disaster : અમરેલી જિલ્લામાં એક દોઢ વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના જિલ્લાના સુરગપરા ગામ સર્જાઈ છે. જ્યાં હાલમાં બાળકીને બચાવવા ફાયર વિભાગ દ્વારા રેસક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. (ફોટો - યસપાલ વાળા)
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના સુરગપુરા ગામે વાડીમાં એક ખુલ્લા બોરવેલમાં દોઢ વર્ષની બાળકી પડી જતા ફસાઈ ગઈ હતી, પરિવારનો જીવ ઊંચો થઈ ગયો, ફાયર વિભાગની ટીમ તથા 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. (ફોટો - યસપાલ વાળા)
દોઢ વર્ષની બાળકી બોરવેલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, પરિવારનો જીવ તાળવે ચોંટ્યો છે. ફાયર વિભાગની ટીમે બોરવેલમાં ઓક્સિજન પાઈપ ઉતારી છે, સાથે જેસીબી દ્વારા બોરવેલની પાઈપની બાજુમાં ખાડો ખોદી બાળકી સુધી પહોંચવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે. (ફોટો - યસપાલ વાળા)
ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. તંત્ર દ્વારા રેસક્યુ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગામ લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો વાડીએ ઉમટી પડ્યા હતા. બધા પરિવારને સાંત્વના સાથે ભગવાનને બાળકીની રક્ષા કરવા પ્રાર્થના કરી રહ્યા છે. (ફોટો - યસપાલ વાળા)
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2024 માં પણ આવી ઘટના સામે આવી હતી. જેમાં 2 વર્ષનુ બાળક બોરવેલમાં પડી ગયું હતું. આ ઘટના જામનગરના ગોવાણા ગામમાં એક ખેતરમાં સર્જાઈ હતી. અને 13 કલાકની જહેમત બાદ બાળકને સહિ સલમાત બચાવવામાં સફળતા મળી હતી. (ફોટો - યસપાલ વાળા)
તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રમાં માત્ર એક વર્ષમાં બોરવેલમાં બાળક ફસાવવાની આ ચોથી ઘટના સામે આવી છે. ગયા વર્ષે 3 જૂનના રોજ, મધ્યપ્રદેશના ખેતમજૂરની બે વર્ષની બાળકી જામનગર શહેરના પૂર્વ બાજુના તમચણ ગામમાં ખેતરમાં બોરવેલમાં પડી હતી. બચાવકર્મીઓ તેના મૃતદેહને માત્ર 20 ફૂટની ઊંડાઈથી બહાર કાઢી શક્યા હતા. 1 જાન્યુઆરીના રોજ, જામનગર શહેરથી લગભગ 90 કિમી પશ્ચિમે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પડોશી ગામ રાણમાં એક બે વર્ષની બાળકી ઘરના આગળના યાર્ડમાં આવેલા બોરવેલમાં પડી ગઈ હતી. NDRF ની 6ઠ્ઠી બટાલિયનની આગેવાની હેઠળની સંયુક્ત બચાવ ટીમ દ્વારા લગભગ 35 ફૂટની ઊંડાઈએ ફસાયેલી છોકરીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી, તે પણ બચી શકી ન હતી. (ફોટો - યસપાલ વાળા)